ગાેંડલના કેશવાળામાં બે સ્થળેથી 1.43 લાખનો દારૂ પકડાયોઃ એલસીબીના દરોડા

June 22, 2018 at 10:47 am


ગાેંડલના કેશવાળા ગામે બે સ્થળે રુરલ એલસીબીએ રેડ કરી 1.43 લાખના દારુના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રુરલ એલસીબીએ કેશવાળા ગામે રેઈડ કરી કેશવાળા ગામની બિલડી માર્ગથી આેળખાતી સીમમાં હિરજીભાઈ પુનાભાઈ વાડોદરીયાના કબ્જા ભોગવટાની વાડીના મકાનમાં દિનેશ પુનાભાઈ ગોહેલ, કોળી રહે. સાણથલી ગામ તા. જસદણવાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતનો Iગ્લીશ દારુનો જુદી જુદી બ્રાન્ડનો જથ્થો વેંચાણ કરવાના ઈરાદે રાખેલ હોય રેઈડ દરમિયાન Iગ્લીશ દારુની બોટલ નંગ 264 કિં. રુ. 1,08,000 તથા અન્ય મુદામાલ સાથે કુલ કિં. રુ. 1,37,000 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ કેશવાળા ગામની સીમમાં આવેલ વિજયસિંહ જામભા સરવૈયા રહે. કેશવાળા તા. ગાેંડલવાળાની વાડીએ રેઈડ દરમિયાન Iગ્લીશ દારુની બોટલ નંગ 83 કિં. રુ. 35,700 તથા અન્ય મુદામાલ સાથે મળી કુલ કિં. રુ. 47,700 સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં એલસીબી ઈન્ચાર્જ પો. ઈન્સ. જે.એમ. ચાવડા, પો. હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, મહેશભાઈ જાની, પો. કોન્સ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, રસીકભાઈ જમોડ, મયુરસિંહ જાડેજા, રહીમભાઈ દલ તથા ડ્રા. અમુભાઈ વિરડા રોકાયા હતા.

Comments

comments

VOTING POLL