ગાેંડલના ચોરડી ગામ પાસે આઈશરમાંથી પડી જતાં યુવાનનું મોત

September 12, 2018 at 11:52 am


રાજકોટથી ખોડલધામ જતાં ગાેંડલના ચોરડી ગામ પાસે આઈશરમાંથી પડી જતાં પ્રરપ્રાંતીય યુવાનને માથાના ભાગે ઈજા થતાં પ્રથમ ગાેંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું ચાલું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની માહિતી પ્રમાણે રાજકોટના સાત હનુમાન પાસે રહેતો પ્યારસિંગ મોતીસિંગ ઠોકર ઉ.વ.25 ભીલ મુળ એમપીના પોતે છુટક મજુરી કામ કરે છે રાજકોટથી ખોડલધામ મજુરી કામ માટે જતો હતો ત્યારે ગાેંડલના ચોરડી ગામ પાસે આઈશરમાંથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ સારવાર ગાેંડલ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

બીજા બનાવમાં જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા વૃધ્દ ગઈકાલે સાંજે 5 વાગ્યે જૂના નગરપાલિકા કચેરીમાં પડી જતાં માથાના ભાગે ઈજા થતાં પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની માહિતી પ્રમાણે જૂનાગઢના કૈલાસનગર-1માં રહેતા શાંતિભાઈ વશરામભાઈ ચાવડા ઉ.વ.68 ગઈકાલે સાંજે જૂના નગરપાલિકાની કચેરીમાં હતા ત્યારે કોઈ કારણોસર પડી જતાં માથાના ભાગે ઈજા થતા પ્રથમ 108 મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

Comments

comments

VOTING POLL