ગાેંડલના મેતા ખંભાળિયા ગામે મંદિરમાં લૂંટારુંઆે ત્રાટકયાઃ પુજારીને બાંધી અડધો લાખની કિંમતના આભુષણો ઉઠાવી ગયા

September 10, 2018 at 12:47 pm


ગાેંડલના મેતા ખંભાળીયા ગામની સીમમાં આવેલ મંદિરમાં લૂંટારૂઆે ત્રાટકયા હતાં. મંદિરના પુજારીને બાંધી સોના-ચાંદિના મુગટ હાર સહિતના આભુષણો મળી કુલ અડધો લાખની લૂંટ ચલાવી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લૂંટારૂ ટોળકીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાેંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં સેવાપૂજા કરતા જાદવભાઇ મંગાભાઇ પરમાર ઉ.વ.80 નામના પુજારી રાત્રીના મંદિરે સુતા હતાં તે દરમિયાન મોડી રાત્રીના 4 અજાÎયા શખસો છરી ધોકા સાથે ધસી આવી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી ખાટલા સાથે બાંધી દઇ સોનાનો મુગટ, ચાંદીનો મુગટ, સોનાનો હાર સહિત 55 હજારની કિંમતના સોના-ચાંદીના આભુષણોની લૂંટ ચલાવી નાસી જતાં ઘવાયેલા પુજારીએ દેકારો કરતા આજુબાજુના લોકો ધસી આવ્યા હતાં.
બનાવની જાણ થતાં જ ગાેંડલ તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા લૂંટારાઆે 25થી 30 વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળતા, પોલીસે લૂંટારૂ ટોળકીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

Comments

comments

VOTING POLL