ગાેંડલના મોવિયા ગામે આંગણવાડીમાં અનાજમાંથી ધનેડા જોવા મળ્યા

July 18, 2019 at 11:07 am


ગાેંડલ તાલુકાના મોવિયા ગામે આંગણવાડીના અનાજના જથ્થામાં ધનેડા સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગાેંડલ તાલુકાના રાજકારણમાં અગ્રેસર ગણાતા મોવિયા ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 9 ના અનાજના જથ્થામાં વ્યાપક પ્રમાણમાં ધનેડા હોવાની સાથે નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આંગણવાડીઆેમા ચર્ચાનો વિષય બન્યાે હતો.
આંગણવાડી કેન્દ્ર નંબર 9 ના કાર્યકર સંગીતાબેન શાંતિલાલ દવે એ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો આશરે એક-દોઢ માસ પહેલા નો છે આંગણવાડીમાં ઘઉં અને ચોખાનો જથ્થો આવ્યો ત્યારે ધનેડા જણાતા સહકારી મંડળી સહીત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જાતનો નિરાકરણ આવ્યું ન હતું. અલબત્ત આંગણવાડીના બાળકો માટે બનાવાતી રસોઈમાં શુÙતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, જેના સાક્ષી વિદ્યાર્થીઆેના વાલીઆે જ છે. આ ઉપરાંત અનાજનો જથ્થો સાચવવાની જેના પર જવાબદારી છે તે કર્મચારી છેલ્લા બે માસથી ફરજ પર આવી રહ્યા નથી તે અંગે પણ ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કરી આપવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL