ગાેંડલની બાવાજી મહિલાની હત્યાનું મુિસ્લમ શખસ પાસે રિ-કન્સ્ટ્રકશન હિથયાર કબજે

February 22, 2019 at 12:03 pm


ગાેંડલની લાપતા બનેલી બાવાજી મહિલાની હત્યાનો ભેદ રૂરલ ક્રાઈમ બ્રાન્ચે ખોલી હત્યા કરનાર ભગવતપરામાં રહેતા ખાટકી શખસને દબોચી આકરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબુલાત આપી મદદમાં રહેલા અન્ય ત્રણ શખસોના નામ આપતા નાસી છુટેલા શખસોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે. પોલીસે ખાટકી શખસને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કંટ્રકશન કરાવી હત્યામાં વપરાયેલ હિથયાર કબજે લીધુ છે. મુિસ્લમ શખસના 10 દિવસના રિમાન્ડ સામે કોર્ટમાં રજુ કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ નદીના કાંઠામાં રહેતી આરતી રાજુભાઈ ગોસ્વામી ગુમ થતાં તેના ભાઈ રાજુએ ગત તા.12ના રોજ સિટી પોલીસમાં ગુમસુધા અંગેની ફરિયાદ નાેંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસ પણ હરકતમાં આવી ગયેલ હતી અને ખાનગી રાહે લાપતા બનેલા આરતી અંગે તપાસ હાથ ધરી હતી. એલસીબીના પીઆઈ રાણા, પીએસઆઈ જાડેજા, સહિતની ટીમ ભગવતપરામાં રહેતા ઈમરાન ઉર્ફે ઈમલો કરીમ ખાટકીને ઝડપી લઈ આકરી પૂછપરછ કરતા પોપટ બની ગયેલા ઈમરાને આરતીને ઘરે બોલાવી પિસ્તોલ જેવા હિથયારથી તેની ઉપર ફાયરિ»ગ કરી મોત નીપજવ્યાની કબુલાત આપી હતી. હત્યામાં તેના મિત્રો જુનેદ મેમણ, સવુંબાપુ સૈયદ અને નૂરમહંમદને સામેલ રાખી આરતીની લાશને કંટોલિયા રોડ ઉપર લઈ જઈ નદી કાંઠે જ સળગાવી દીધાની કબુલાત આપી હતી. પોલીસે ઈમરાનને સાથે રાખી કંટોલિયા રોડ ઉપર નદી કાંઠેથી આરતીનું કંકાલ તથા પગમાં પહેરવાની ઝાંઝરી કબજચે કરી હતી પોલીસે ઈમરાન ઉર્ફે ઈમલાની મદદગારી કરનાર અને નાસી છુટેલ જુનેદ, સવાબાપુ અને નુરમામદની શોધખોળ શરૂ કરી છે.

એલસીબીએ ઈમરાન પાસેથી હત્યામાં ઉપયોગમાં લીધેલ હિથયાર કબજે કર્યુ હતું તેમજ સમગ્ર ઘટનાનું રિ-કન્ટ્રકશન કરાવ્યું હતું. ઈમરાનના 10 દિવસના રિમાન્ડની માગ સાથે આજે તેને કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ રૂરલ એલસીબીએ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL