ગાેંડલમાં ખુલ્લી ભૂગર્ભની કુંડીએ ગાયમાતાનો ભોગ લીધોઃ જવાબદાર કોણ

August 30, 2018 at 10:56 am


ગાેંડલના નાનીબજારમાં આવેલ વચલીશેરીના ખૂણા પાસે છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ કુંડીનું ઢાંકણું ખુંુ હોય તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ ઝાળી ફીટ કરવામાં ન આવતા આખરે આજે પવિત્ર શ્રાવણ માસમાં એક ગાયમાતાનું તેમાં ડૂબી જવાથી મોત નિપજતાં ગૌ ભક્તોમાં રોષ ફેલાઇ જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શિવભિક્તનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યાે હોય શિવ ભિક્તની સાથે સાથે લોકો ગૌ ભિક્ત પણ કરતા હોય ત્યારે અત્રેના નાની બજારમાં વચલી શેરી ના ખૂણા ઉપર પાલિકા તંત્રના પાપે ઝાડી વગરની કુંડીમાં પડી જવાથી એક ગાય માતાનુ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી, ઘટનાની જાણ લોકો દ્વારા પાલિકાના સદસ્યોને કરવામાં આવી હોવા છતાં પણ કલાકો સુધી પણ કોઈએ ડોક્યુ ન કરતા આખરે લોકોના ટોળા એ એકઠા થઈ ગૌ માતાના મૃતદેહને કુંડીમાંથી બહાર કાઢ્યાે હતો અને પાલિકાની નિંભરતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ઘટના અંગે નાની બજારના વ્યાપારીઆેએ જણાવ્યું હતું કે કેટલાક ભંગાર ચોરી કરતા શખ્સો દ્વારા અવારનવાર ભૂગર્ભની કુંડીઆેની લોખંડની જાળીઆે ચોરી જવા માં આવી રહી છે જેના કારણે અવારનવાર અકસ્માતો બની રહ્યા છે, અહીયા જાળી ફીટ કરવા અંગે તંત્રને ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ નિંભરતા દાખવતા આજે ગૌમાતાનો ભોગ લેવાયો છે.

Comments

comments

VOTING POLL