ગાેંડલમાં જામવાડીના ગોડાઉનમાંથી જીરૂ બારોબાર વેચી રૂા.દોઢ કરોડની ઠગાઈ કરનાર બેની ધરપકડ

September 12, 2018 at 11:50 am


ગાેંડલના જામવાડી જીઆઈડીસીમાં ગોડાઉન ભાડે રાખી જસદણ એકસીસ બેંકમાંથી રૂા.અઢી કરોડની લોન લઈ જીરૂનો જથ્થો બારોબાર વેચી નાખી બેંક સાથે ઠગાઈ કરનાર પાંચ શખસો સામે પોલીસે ગુનો નાેંધી તપાસ એલસીબીને સાેંપાતા પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે બે શખસોની ધરપકડ કરી વધુ ત્રણને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, પ્રાપ્ત વિગતો મુજબ સ્ટાર એગ્રી વેરહાઉસીગ એન્ડ કોલટરોલ મેનેજમેન્ટ પ્રા. લી. ના એરીયા મેનેજર સુદેશ રમેશભાઈ શમાર્ રાજકોટ દ્વારા કલ્પેશ જયંતીભાઈ વાઘસિયા રહે જસદણ, પ્રવીણ દલસુખભાઈ પંચાલ રહે સુરત , ભાવિન કૈલાશપરી ગોસાઈ તથા ભુપત કેસાભાઈ દેસાઈ અને તેનો પુત્ર ઋષિમ રહે સુરત સામે પોલીસ ફરિયાદ નાેંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઆેએ અગાઉ થી જ ગુનાહીત કાવતરુ કરી એક્સીસ બેંક માંથી રુ. 2,49,56,252 ની લોન મેળવી અલગ-અલગ ખેડૂતોના નામે ગાેંડલ તાલુકાના જામવાળી જીઆઇડીસી ખાતેના જેન્તીભાઈ ગોવિંદભાઈ સાટોડિયા ના ગોડાઉનમાં જીરુની ગુણીનો સ્ટોર કરવા માટે ભાડે રાખેલ અને આરોપીઆેએ સાંઠગાંઠ કરી ગોડાઉનમાં સારું જીરુની ગુણીઆે રાખવાના બદલે તેમાં ભુસુ મિક્સ કરી જીરુની ગુણીઆે રાખી બેન્ક તથા સ્ટાર એગ્રી કંપની સાથે રુપિયા 1.39 કરોડની છેતરપિંડી કરી હતી.

વાડજ ચિભળા ગળે તેમ….. ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલ તમામ જીરું છે તેમ સાબિત કરવા એગ્રાે કંપનીના કર્મચારી ભાવિન ગોસાઈએ સ્ટાર જવાબદારી નેવેમુકી તમામ કૌભાંડ જાણવા છતાં પણ કંપની સાથે વિશ્વાસઘાત કરી સારા જીરું ના સેમ્પલ આપી ગાેંડલ લેબમાં ટેસ્ટીગ કરાવી ખોટા સી આઇ એસ રિપોર્ટ તૈયાર કરી આ રિપોર્ટ ખોટા હોવાનું જાણવા છતા તે રિપોર્ટ મુંબઈ ખાતે આવેલ હેડ આેફિસ મોકલી તેને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સ્ટોક રીસીપ્ટ બનાવી લોનની રકમ મેળવવા એકબીજાને મદદ કરી હતી.

ઉપરોક્ત શખ્સો દ્વારા ગોડાઉન નું ભાડું ચૂકવવામાં ન આવતા ગોડાઉન માલિકે તાળુ મારી દેતા તેમાં રાખેલ સારો માલ કાઢી લેવા કલ્પેશ વાઘસિયા એ તેના માણસો પાસે ગોડાઉન ના તાળા તોડાવી તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરી 400 ગુણી જીરુ કિંમત રુપિયા 38.40 લાખની ચોરી કરાવી બારોબાર વેચી નાખેલ અને આ કામમાં એક બીજાને મદદ કરી ગુનો કર્યો હતો પોલીસે આઈપીસી કલમ 406, 420, 409, 454,457 સહિતની કલમો નાેંધી ગુનો દાખલ કરી વધુ તપાસ એલસીબીને સાેંપી હતી.

દરમિયાન એલસીબી પીઆઈ ચાવડા સહિતના સ્ટાફે પ્રવિણ દલસુખ પંચાલ અને ભાવિન કૈલાશપરી ગોસાઈની ધરપકડ કરી વધુ ત્રણ શખસોને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

Comments

comments

VOTING POLL