ગાેંડલમાં ટ્રેન હડફેટે ગાય-ધણખુંટનાં મોત

November 8, 2019 at 11:18 am


ગાેંડલના જેતપુર રોડ પર સાંઢિયા પુલ આેવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સાંજના સુમારે ટ્રેન અડફેટે ગાય અને ધણખુટ આવી ચડતા તેના મોત નિપજયા હતા અકસ્માતના પગલે મુસાફરોનો એક કલાક જેવો સમય ખોરવાયો હતો. અકસ્માતને લઈ સાંઢિયા પુલ પાસે આવેલ ફાટક કલાક સુધી બંધ રહેતા ફાટકની બંને સાઇડ ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો અલબત્ત ટ્રેન ના એન્જિન અને ડબ્બાઆેની વચ્ચે ગાય અને ધણખુટ ના મૃતદેહો ફસાયા હોય સાંઢિયા પુલ આસપાસના લોકો અને ટ્રેનનાં મુસાફરોએ એક કલાકનું રેસ્ક્યુ આેપરેશન કરી ગાય અને ધણખુટ ના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

Comments

comments