ગાેંડલમાં પાણીના પાઉચનો વેપલો ફરી શરૂઃ પાલિકાતંત્ર કડક કાર્યવાહી કરે તેવી માગ

August 29, 2018 at 11:47 am


ગાેંડલ નગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ પ્લાસ્ટિક મુક્ત ગાેંડલ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું જાણે બાળ મારણ થયું હોય તેવો ઘાટ ઘડાયો છે, શહેરના મોટાભાગના લારી-ગલ્લાઆે માં પાણી ના પાઉચ ફરી વેચાવા લાગતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના ભુવનેશ્વરી મંદિર પાસે આવેલ ગલ્લા, મોવિયા રોડ, વોરાકોટડા રોડ, નેશનલ હાઈવે તેમજ કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ખુલ્લેઆમ પાણીનાં પાઉચ વેચાઈ રહ્યા છે, એ ઉપરાંત શહેરની જી આઇ ડી સી આે માં આવેલ ફિલ્ટર પ્લાન્ટની ફેક્ટરીઆેમાં પાણીના પાઉચ પેક કરવામાં આવી રહ્યાં છે વાસ્તવમાં સરકાર દ્વારા પાણીના પાઉચ પર બેન્ડ લગાવવામાં આવ્યો છે પરંતુ ગાેંડલમાં જાણે તેની કોઈ અસર ના હોય ખુલ્લેઆમ તેનું વેચાણ થઇ રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તંત્ર દ્વારા લાલ આંખ કરી પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણ ગૌમાતાના પેટમાં સર્જરી કરી 50 50 કિલો જેવું પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવ્યું હતું જેને લઇ શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અને લોકોએ સ્વેિચ્છક પ્લાસ્ટિકની ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કેટલાક લોકો દ્વારા ફ્રી પાઉચ પેકિંગ કરી અને વેચાણ કરી શહેરને પ્રદૂષિત કરવાનું દુષ્કૃત્ય હાથ ધરવામાં આવ્યુ છે.

Comments

comments