ગાેંડલમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈઃ બુટલેગર છનન

August 17, 2018 at 11:27 am


રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન ગાેંડલના ભગવતપરામાં રહેતો બુટલેગર દારૂ ભરેલી કાર સાથે આવતો હોવાની ચોકકસ બાતમીને આધારે આરઆર સેલે વોચ ગોઠવી સરવૈયા શેરીમાંથી દારૂ ભરેલી સ્વીફટ કારને ઝડપી લઈ પોલીસને જોઈ નાસી જનાર બુટલેગરને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. ગાેંડલના ભગવતપરામાં રહેતા અહેમદ ઉર્ફે રાધે હાસમભાઇ કટારીયા ખાટકી પોતાની સ્વીãટ કાર જીજે3 સીઆર 3414 માં વિદેશી દારુની બોટલ નંગ 154 ભરી સરવૈયા શેરી માં થી પસાર થઇ રહ્યાે હોય આર.આર.સેલના પોલીસના કોન્સ્ટેબલ મનીષભાઈ વરુએ પકડી પાડી 62400નો દારુનો જથ્થો તેમજ સ્વીãટ કાર 250000 મળી કુલ રુ 312400 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી અલબત આ કાર્યવાહી દરમિયાન આરોપી નાસી છૂટéાે હતો. ગાેંડલ તાલુકાના બંધીયા ગામે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાળાએ રવિરાજસિંહ જાડેજા ના રહેણાંક મકાન પર દરોડો પાડી 73 બોટલ વિદેશી દારુનો જથ્થો કિંમત રુ 21900 નો પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL