ગાેંડલમાં હેરડ્રેસરની દુકાનમાં લુખ્ખાઆેનો આતંકઃ વેપારીઆેમાં રોષ

September 7, 2018 at 1:23 pm


ગાેંડલના માંડવી ચોક વેરી દરવાજા પાસે આવેલ હેર ડ્રેસર ની દુકાનમાં 4 જેટલા શખ્સોએ આતંક મચાવી તોડફોડ કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા શોપિંગ સેન્ટરના વેપારીઆેએ બંધ પાડી પોલીસ ફરિયાદ નાેંધાવી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ગાેંડલના વેરી દરવાજા પાસે આવેલ સીતારામ શોપિંગ સેન્ટરમાં રાજેશ હેર ડ્રેસર નામે દુકાન ધરાવતા રાજેશભાઈ ડાયાભાઇ બગથરીયા ને ત્યાં જુમલો, બાની, ટીટો તેમજ એક અજાÎયા શખ્સે ઘસી આવી આતંક મચાવી દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિટી પોલીસમાં ફરિયાદ નાેંધાવા પામી છે, પોલીસે ઉપરોક્ત ચાર શખ્સો વિરુÙ કલમ 323 504 506 2 તેમજ 114 મુજબ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.ઘટના અંગે રાજેશભાઈ બગથરીયા એ જણાવ્યું હતું કે ઉપરોક્ત શખ્સો દ્વારા શોપિંગ સેન્ટરમાં વારંવાર લુખ્ખાગીરી કરવામાં આવે છે પૈસા ઉઘરાવવામાં આવે છે તેમ જ પૈસા ઉછીના માગવામાં આવે છે અને જો પૈસા આપવામાં આવે તો તમે પોલીસના બાતમીદાર છો તેમ ઝગડો કરવામાં આવે છે આજરોજ પણ તેઆે જ બનવા પામ્યું હતું તેથી શોપિંગ સેન્ટર ના તમામ વેપારીઆેએ બંધ પાડી જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી તમામ લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL