ગાેંડલમાં 26 સહિત 46 સ્થળે GSTના દરોડા બાદ તપાસનો ધમધમાટ

September 8, 2018 at 3:11 pm


સ્ટેટ જીએસટીએ ગઈકાલે સાંજે એકીસાથે 46 સ્થળોએ દરોડા પાડયા છે. જેમાં ખાÛતેલના ઉત્પાદકો, બ્રાેકરોના એક હજાર કરોડના બોગસ બિલોનો પદાર્ફાસ થયો છે. સ્ટેટ જીએસટી દ્વારા ગાેંડલમાં 26 જગ્યાએ ડીસા અને ઉંઝા અને પાટણના મળીને 15 જગ્યાએ કુલ 46 દરોડા પાડતા ખાÛતેલ ઉત્પાદક લોબી અને બ્રાેકર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ બોગસ બિલ કૌભાંડમાં ખાÛતેલ અને અખાÛતેલના બિલ વિના થયેલા વેચાણો સામે બિલો મેળવી તેની સામે જરૂરિયાત મુજબ બિલો ઈસ્યુ કરવામાં આવે છે. વેપારીને માલનું ખરેખર વેચાણ કરવામાં આવતું હોય તેને બિલ મેળવ્યું ન હોય અને તે અન્વયેનું બિલ બિલિંગ આેપરેટરો એટલે કે, બોગસ પેઢી તેઆેને વેચી દેવામાં આવે.
ઉપરાંત રાઈસ બ્રાન આેઈલ ગુજરાત બહારથી ખરીદી બિલ વિના જ વેચાણ કરી દેવામાં આવે અને જીએસટીની ક્રેડિટ લઈ તેની સામે ઈન વોઈસ ઈસ્યુ કરવામાં આવતું હોવાના દસ્તાવેજો દરોડા દરમિયાન હાથ લાગ્યા છે.
આ દસ્તાવેજોની ખરાઈ ડિસા, ઉંઝા અને ગાેંડલના દલાલો અને વિક્રેતાઆેને ત્યાં ચાલી હતી.
આ તપાસનો દૌર આેઈલ સીડઝના બ્રાેકરો સુધી લઈ જવાયો છે. આ બન્ને કોમેડિટી ઉપર 5 ટકા જીએસટી લાગે છે. જીએસટીના અધિકારીઆેએ જૂના વેટના કાયદા મુજબ જો ચોરી કરી હોય તો તપાસ હાથ ધરી રહ્યા છે.
અગાઉ જુલાઈ મહિનામાં સ્ટેટ જીએસટીના અધિકારીઆેએ કેસ્ટર સીડસ આેઈલ, રેપસીડ આેઈલ અને મસ્ટર સીડ આેઈલના દરોડા 46 જગ્યાએ પાડયા હતા આમ દે ટ્રાન્સપોર્ટરોને પણ ઝપટે ચડાવવામાં આવ્યા હતા. ખાÛતેલ ઉત્પાદકો અને બ્રાેકરોની મિલી ભગતનું પગેરૂ છેક કણાર્ટકથી આવતા ગુજરાતના અધિકારીઆેએ ગઈકાલે સાંજે સંયુકત આેપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા ગુજરાતની સાથોસાથ કણાર્ટકમાં પણ પાડવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સ્ટેટ જીએસટીની ઈન્વેસ્ટીગેશન વિંગ છેલ્લા બે મહિનાથી ખાÛતેલના ઉત્પાદકો, વિક્રેતા અને બ્રાેકરોને રડારમાં રાખીને આગળ વધતી હતી છેલ્લા બે મહિનામાં થયેલા વ્યવહારોમાં બોગસ બિલોના આધારે ઈન્પુટ ક્રેડિટ મેળવવાના કારસામાં ગઈકાલે એકીસાથે 46 જગ્યાએ દરોડા પાડીને વેપારી અને બ્રાેકરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Comments

comments