ગાેંડલવાસીઆે નર્મદાના નીરને વધાવવા વેરી ફતળાવે ઉમટયા

June 11, 2019 at 11:25 am


સૌની યોજના અંતર્ગત વેરીતળાવ માં નમંદા નાં નિર પંહોચતા અને વેરીતળાવ, સુરેશ્વર ડેમ, આશાપુરા ડેમ આેવરફલો થતાં ભરઉનાળે આેવરફ્લાે જળાશયો નો નજારો માણવાં હજોરો શહેરીજનો રવિવાર ની સાંજે પરીવાર સહીત ઉમટી પડતાં હૈયે હૈયું દળાય તેવો માહોલ સજાર્યો હતો.કોઇ અનિચ્છનીય ઘટનાં નાં બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ તહેનાત કરાઇ હતી.અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.
ઉનાળે ઇતિહાસ બન્યાે હોય તેમ વેરી તળાવ આેવરફ્લાે થતાં નગરપાલિકા દ્વારા વેરી તળાવ ખાતે નમંદા મૈયા નાં વધામણાં કરાયાં હતાં.તળાવ ને રંગબીરંગી રોશની થી સુશોભીત કરાયું હતું.

સાંજે વધામણાં કાર્યક્રમ માં ધારાસભ્ય ગીતાબા જાડેજા એ પાણી માટે બહેનો એ ભોગવેલી મુશીબત ને યાદ કરી પાણી ની સમસ્યા હવે ભુતકાળ બની ચુકી હોવાનું જણાવ્યું હતું.પુવં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ લાગણીસભર ઉØબોધન માં કüુ કે મેં પાણી પ્રશ્ને આપેલું વચન પરીપૂર્ણ કર્યુ છે.પ્રજા ને હવે કયારેય પાણી સમસ્યા ભોગવવી નહી પડે.શરુઆત દર ત્રણ દિવસ થી કરી એકાંતરા પાણી વિતરણ કરાશે તેવું જણાવી તેમણે કહ્યું કે માત્ર વેરીતળાવ જ નહી ભાદરડેમ ને છલકાવવાનો છે.જેથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારો પણ પાણીદાર બને.જયરાજસિંહે રાજ્ય સરકાર તથાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી નો ગાેંડલ વતી આભાર માન્યાે હતો.
નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા,તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા,માર્કેટ યાડં નાં વાઇસ પ્રેસીડેન્ટ કનકસિંહ જાડેજા,એશિયાટીક કોલેજ નાં ફાઉન્ડર ગોપાલ ભુવા,અગ્રણી કિશોરભાઈ આંદિપરા વગેરે એ સૌની યોજના માં ગાેંડલ નો સમાવેશ ન હોવાં છતાં નમંદા નાં નિર મેળવવાં પાણીદાર નેતાગીરી દાખવનાર જયરાજસિંહ જાડેજા નો આભાર વ્યક્ત કરી વિવિધ સંસ્થાઆે સાથે બહુમાન કર્યું હતું.સ્વાગત જીતુભાઈ આચાર્ય તથાં આભારવિધિ શહેર ભાજપ પ્રમુખ શશીકાંત રૈયાણી દ્વારા કરાઈ હતી.
લોકો એ સહપરિવાર આતશબાજી ને માણી હતી. ડી.વાય.એસ.પી. જાડેજા, પી.આઇ. રામાનુજ સહીત પોલીસ કાફલાએ બંદોબસ્ત જાળવ્યો હતો.

Comments

comments

VOTING POLL