ગાેંડલ ચોકડી પાસે વકીલ પર બે શખસોનો હુમલો

August 16, 2019 at 4:06 pm


શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઆે બેફામ બન્યા છે. ગાેંડલ રોડ ચોકડી નજીક વકીલ પર કાર ચાલક સહિત બે શખસોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. માધાપર ચોકડી પાસે રહેતા વકીલ જેતપુરથી આવતી બેનને તેડવા ગયા હતા તે દરમિયાન પુરપાટ ઈનોવા કાર ચાલકને ટપારતા કારમાંથી ઉતરી ચાલક સહિતના બન્ને શખસોએ મૂંઠ અને ઢીકાપાટુ વડે હુમલો કરી નાસી જતાં વકીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે દોડી જઈ બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નાેંધી તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માધાપર ચોકડી પાસે આવેલ નાગેશ્વર સોસાયટીમાં મંગલમ રેસીડેન્સીમાં રહેતા વકીલ જીતેન્દ્રભાઈ કિશોરભાઈ ગોસાઈ નામના બાવાજી યુવાન ગઈકાલે સવારે ગાેંડલ રોડ ચોકડી પાસે હતો તે દરમ્યાન ઈનોવા કાર નં.જીજે3જેસી 7067નો ચાલક તથા તેની સાથેનો અજાÎયા શખસે ઝઘડો કરી મૂંઠ અને ઢીકાપાટુ વડે હુમલો કર્યાનું જણાવતા આજીડેમ પોલીસ મથકના એએસઆઈ જાડેજાએ ઈનોવા કાર ચાલક સામે ગુનો નાેંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં વકીલ જીતેન્દ્રભાઈ ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હોય જેતપુર રહેતી તેની બેન હીના રાખડી બાંધવા માટે રાજકોટ આવતી હોય તેથી ગાેંડલ રોડ ચોકડીએ તેને તેડવા માટે ગયા હતા અને બસની રાહ જોઈને ઉભા હતા તે દરમ્યાન પુરપાટ ઈનોવા કાર ચાલકે તેને ઠોકરે લેતાં તેને ટપારવા જતાં ચાલક સહિત બે શખસોએ કારમાંથી ઉતરી ગાળો ભાંડી તૂટી પડયા હતા. તે દરમ્યાન લોકોના ટોળા એકઠા થઈ જતાં બન્ને શખસો નાસી ગયાનું જણાવતા પોલીસે બન્ને શખસોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL