ગાેવા : કાેંગ્રેસ છોડીને આવેલા ત્રણ ધારાસભ્યો પ્રધાનાે બન્યા

July 13, 2019 at 8:58 pm


ગાેવામાં ભારતીય જનતા પાટીૅની સ્થિતિ વધારે મજબુત બની ગઈ છે. સરકારની સ્થિરતા ઉપર હવે કોઈ સંકટ આવશે નહીં. કારણ કે, ગાેવામાં કાેંગ્રેસ છોડીને ભારતીય જનતા પાટીૅમાં આવેલા દસ ધારાસભ્ય પૈકી ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. આ ત્રણ ઉપરાંત વિધાનસભાના પૂર્વ નાયબ અધ્યક્ષ માઇકલ લોબાેને પણ મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે.

રાજ્યપાલ મૃદુલા સિન્હાએ આજે ફિલિપ નેરી , જેનિફર મોન્સેરેટ અને ચંદ્રકાંત કવલેકા અને માઇકલ લોબાેને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ પહેલા જોરદાર રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતાે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ મંત્રીઆેને શપથ મળે તે પહેલા પાેતાના મંત્રીમંડળમાં સામેલ રહેલા સાથીપક્ષોના ચાર મંત્રીઆેને દુર કરી દીધા હતા. આ ચાર મંત્રીઆેમાં નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઈ, વિનાેદ પાલીનકર, જયેશ સલગાંવકર અને રોહન ખાંટીને મંત્રીમંડળમાંથી દુર કરી દેવામાં આવ્યા છે. ચાર ગઠબંધન મંત્રીઆેએ મુખ્યમંત્રી સાવંત દ્વારા અપીલ કરવામાં આવી હોવા છતાં હોદ્દા પરથી રાજીનામુ આપી દેવાનાે ઈન્કાર કયોૅ હતાે. ગાેવા ફોરવર્ડ પાટીૅના અધ્યક્ષ સરદેસાઈએ કહ્યું છે કે, આ મુદ્દાને મૈત્રિપૂર્ણ રીતે ઉકેલવામાં આવી રહ્યાાે છે પરંતુ વિવાદનાે અંત આવ્યો ન હતાે. સરદેસાઈએ કહ્યું હતું કે, તેમની પાટીૅએ સ્વગૅસ્થ મુખ્યમંત્રી મનાેહર પારીકરને વચન આÃયું હતું કે, ગાેવા ફારવર્ડ પાટીૅ ક્યારે પણ સરકારને અસ્થિર કરશે નહીં. પાટીૅ હજુ પણ આ મુદ્દા પર મક્કમ છે. મંત્રીમંડળમાંથી દુર કરવામાં આવેલા ચાર મંત્રીઆે ઉપરાંત બિન ભાજપ એક માત્ર મંત્રી છે જે મંત્રીમંડળમાં યથાવત છે. અપક્ષ ધારાસÇય ગાેવિંદ ગાૈડ ભાજપ સરકારમાં મંત્રી તરીકે અકબંધ રહ્યાા છે. ભાજપની સ્થિતિ હવે ગાેવામાં વધારે મજબુત બની ગઈ છે.

Comments

comments