ગિરનારની ગોદમાં શિવરાત્રી કુંભ મેળો અલૌકિક બની રહેશે

February 22, 2019 at 4:40 pm


ગરવા ગીરનારની ગોદમાં તા.26 થી તા.4 માર્ચ સુધી યોજાનારો ગિરનાર શિવરાત્રી કંુભ મેળો આ વખતે અદભૂત અને અલૌકિક બની રહેશે. રાજ્ય સરકારે આ મેળાને મહાશિવરાત્રી કુંભ મેળાનો દરજ્જો આપ્યા બાદ તેની દિવ્યતામાં વધારો થયો છે. તેવું આજે ‘આજકાલ’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમના પ.પૂ.મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ જણાવ્યું હતું. તેમણે ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણીને આ કુંભ મેળામાં આવવા માટે પાવન આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દિવસો દરમ્યાન દેશભરમાંથી સંતો-મહંતો કુંભ મેળામાં પધારવાના છે. આ સિવાય ગુજરાતના મુખ્éમંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી વગેરે પણ કુંભ મેળાના સાક્ષી બનવાના છે. પુ.ભારતીબાપુએ કહ્યું હતું કે તા.26એ ભવનાથ પ્રવેશના કાર્યક્રમથી શરૂ થનારા જુદા જુદા કાર્યક્રમો તા.4 સુધી ચાલવાના છે. આ વખતે આ કુંભ મેળામાં લાખો લોકો ઉપસ્થિત રહેશે.

પૂ.ભારતીબાપુએ વિશેષમાં વિગતો આપતા કહ્યું હતું કે શહેરભરમાં દિવાલો પર ધર્મમય, સામાજીક, લોકજાગૃતિના દ્રશ્યો ઉભા કરવા વોલ પેઈન્ટીગ ચિત્રો દોરવામાં આવ્યા છે તો ગીરનાર રોડથી ભવનાથ તળેટી સુધીના માર્ગોને રોશનીથી શણગાર કરવામાં આવ્યા છે. દામોદર કુંડને સ્વચ્છ પાણીથી ભરવામાં આવ્યો છે. મેળામાં યાત્રાળુઆે, ભાવિકો માટે પાણીની સુવિધા, સ્વચ્છતા સહિતની વિવિધ બાબતોને લઈ 34 ઝોનમાં મેળાને વિભાજીત કરાયો છે.
કુંભ મેળામાં યાત્રાળુઆે માટે આ વખતે ભવનાથ ઝોનલ આેફીસ પાસે તંત્ર દ્વારા લેસર શોનું આયોજન સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળાના દિવસોમાં સાંજે કરવામાં આવશે. મેળામાં બહારથી આવતા સંતો-મહંતો માટે આ વખતે રોકાણ માટે લાલ ઢોરા પાસે 170 જેટલા ટેન્ટ સીટી કે જેમાં 5 થી 6 લોકો આરામથી રોકાણ કરી શકશે. એસી અને નોન એસી બન્ને ટેન્ટો ગોઠવવામાં આવ્યા છે.

પૂ.ભારતીબાપુએ ઉમેર્યુ હતું કે આ કુંભ મેળામાં 1લી માર્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને યુપીના યોગી આદિત્યનાથની ધર્મસભા યોજવામાં આવી છે. આ સિવાય 27 ફેબ્રુઆરીના બપોરે ભુતનાથ મંદિરથી ભવનાથ સુધી સંતોની નગરયાત્રા યોજાશે. તા.28 ફેબ્રુઆરીના સવારે 9 કલાકે રાજ્યપાલ આે.પી.કોહલીની ઉપસ્થિતિમાં ભવનાથ દેવ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો શુભારંભ થશે. ત્યાર બાદ 51 લાખ રૂદ્રાક્ષ શિવલીગનું પૂજન, સાંજે 5 કલાકે ભવનાથ મંદિર પાછળ ઝોનલ આેફીસ પાસે લેસર શોનું ઉદ્ઘાટન તેમજ રાત્રીના સ્થાનીક કલાકારોનો કાર્યક્રમ યોજાયો છે.

તેમણે ઉમેર્યુ હતું કે તા.28ના સાંજે 4 થી 6 યાત્રા. આ તકે આરસી ફળદુ ખાસ ઉપસ્થિત રહેશે. તો રાત્રીના શિવ ઉપાસનાનો કાર્યક્રમ યોજાશે.

તા.1 માર્ચે રાત્રીના 8 કલાકે નામાંકિત કલાકાર કૈલાશ ખેરનો કાર્યક્રમ યોજાયો છે. તા.2ના સાધ્વી રૂતમ્ભરાની અધ્યક્ષતામાં ધર્મસભા, લેસર શો અને રાત્રે કિત}દાન ગઢવી, માયાભાઈ આહીર, બિરજુભાઈ ગઢવી અને ગીતાબેન રબારીનો ડાયરો યોજાયો છે. આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયા અને વિભાવરીબેન દવે હાજર રહેશે.

તા.3ના મોરારીબાપુ, મહામંડલેશ્વર કૈલાસનંદજી મહારાજ, અિગ્ન અખાડાના અધ્યક્ષ ધર્મસભા યોજશે. તો ત્યાર બાદ દામોદર કુંડ ખાતે મહાઆરતી અને લેસર શો, રાત્રીના ભીખુદાન ગઢવી, ગીતાબેન રબારી, બિરજુ બારોટ સહિતનો કાર્યક્રમ યોજાશે. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાઆે ઉપસ્થિત રહેશે.

તા.4ના મહાશિવરાત્રીના દિવસે ભવ્ય રવેડી જેમાં હાથી, ઘોડા, બેન્ડવાજા, અંબાડી તેમજ ડ્રાેનથી પુષ્પવષાર્ તેમજ તમામ અખાડાઆે એકીસાથે રવેડીમાં જોડાશે અને નાગા સાધુ સંતો રવેડીમાં જઈ મૃગીકુંડમાં 12 કલાકે સ્નાન કરશે.

આ કુંભ મેળાના દિવસો દરમ્યાન હિંન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદજી, દ્વારકા શારદાપીઠના દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપરાંત મંત્રીઆે પુરૂષોતમ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડીયા, ગણપતભાઈ વસાવા, બચુભાઈ ખાબડ, દિલીપકુમાર ઠાકોર, વિભાવરીબેન દવે, ભીખાભાઈ જોષી, રાજેશભાઈ ચુડાસમા વગેરે પણ ઉપસ્થિત રહેવાના છે.

આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન પૂ.ભારતીબાપુ સાથે ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી તેમજ મહાપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન શૈલેષ દવે ઉપસ્થિત રહ્યા હતાં.

Comments

comments

VOTING POLL