ગિરનાર પરિક્રમાનું વિધિવત શરૂ થયાના બીજા દિવસે જ સમાપનઃ 10.24 લાખ યાત્રીઆે ઉમટ્યા

November 22, 2018 at 11:41 am


જૂનાગઢમાં ગિરનારની આધુનિક લીલીપરીક્રમાના મુહંર્તના બીજા દિવસે જંગલ ખાલી થઈ ગયું હોય તેમ આંગળીના વેઢે ગણાય તેટલા જ ભાવિકો અંતીમ પડાવ ભવનાથના રસ્તે હોય તેમ પાણીની ઘોડીએ 10,24,097 ભાવિકો નાેંધાયા હતાં. જયારે ગિરનાર પર ભાવિકોની સંખ્યા 1,83,800 થવા પામી છે. પરીક્રમા પૂર્ણ થતા ભાવિકોનો પ્રવાહ શહેરના આસપાસના જોવાલાયક સ્થળો ધમાર્લયોમાં ઉમટéાે છે.

ગિરનારની લીલીપરીક્રમામાં આ વર્ષે વ્હેલો મેળો શરૂ થતા અન્નક્ષેત્રો, સેવાભાવી સંસ્થાઆેએ પરીક્રમા શરૂ થાય તે પહેલા જ અન્નક્ષેત્રોની કામગીરી કરવી પડી હતી. તેમજ ગિરનારથી વિધિવત પરીક્રમા સોમવારે રાત્રે 12 કલાકે શરૂ થઈ તેના બીજા જ દિવસે પૂર્ણ થવાના આરે આવી ગઈ હતી.

ભાવિકો પરીક્રમા બાદ જૂનાગઢના જોવાલાયક સ્થળો ઉપરકોટ, અશોક શીલાલેખ, મ્યુઝીયમ, સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ઉપરાંત સતાધાર, સોમનાથ સહિતના આસપાસના ધામિર્ક સ્થળોએ દર્શનાથ£ ભીડ જોવા મળી છે.

ગિરનારની લીલી પરીક્રમામાં પડાવો પર જુજ ભાવિકો હોવાથી તંત્ર દ્વારા પણ આજ સાંજ સુધીમાં મેળાની કામગીરી પુરી કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. વિધીવત પરીક્રમા શરૂ કર્યા પહેલા જ વનવિભાગ દ્વારા આગોતરો ગેઈટ ખોલતા ઉમટેલા ભાવિકોથી હવે જંગલમાં ગંદકીનું સામ્રાજ્ય હોય હવે શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઆે પર્યાવારણ પ્રેમીઆે શૈક્ષણીક સંસ્થાઆે, જંગલને સ્વચ્છ કરવાની ઝુંબેશ હાથ ધરશે.

પરિક્રમાના રૂટના જંગલમાં કચરો-ગંદકીના ગંજ ખડકાયા

ગિરનાર પરિક્રમા આ વર્ષે આગોતરા ગેઈટને ખુલ્લાે મુકતા ગતવર્ષ કરતા આ વર્ષે ભાવિકોની સંખ્યા વધેલ હોય જેથી પુÎયનું ભાથુ બાંધવા આવેલ પરીક્રમાથ}આે દ્વારા કરાયેલ જંગલોમાં ગંદકી તેમજ જંગલને સ્વચ્છ કરવા વિવિધ સંસ્થાઆે આગેવાનો દ્વારા કરવામાં આવશે.

પરિક્રમામાં વિખૂટા પડેલા અઢીસો ભાવિકોનો પરિવાર સાથે મેળાપ કરાવાયો

ગિરનારની પરિક્રમામાં વિખુટા પડેલા 250 ભાવિકોનું પરિવારજનો સાથે મિલન કરાવતા મનપાના માહિતી કેન્દ્રના કર્મીઆે ગીરનારની લીલી પરિક્રમામાં મહાનગર પાલિકા દ્વારા દતચોક માહિતી કેન્દ્ર તથા પરિક્રમાના પ્રસ્થાન રૂટ ગેઇટ પાસે માહિતી કેન્દ્ર કાર્યરત છે. આ માહિતી કેન્દ્રમાં લાઇઝન આેફીસર ઉમેદસિંહ સોલંકીના નિદર્શન તમે કર્મીઆે કામગીરી કરહી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 250 ભાવિકોનું પરિવારજનો સાથે મિલન કરાવાયું હતું. ઉમેદસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર પરિક્રમામાં પરિવારથી વિખુટા પડેલાઆેને માહિતી કેન્દ્ર ખાતે પરિવારજનોથી માહિતી તેમજ મોબાઇલ નંબરના માધ્યમ દ્વારા શોધખોળ કરી માહિતી કેન્દ્ર ખાતે જ પરિવાર સાથે મિલન કરાવાયું હતું.

Comments

comments

VOTING POLL