ગિરનાર લીલી પરિક્રમાનો એક દિવસ વહેલો પ્રારંભ

November 8, 2019 at 11:02 am


જૂનાગઢના વિશ્વ પ્રસિધ્ધ તીથર્ ક્ષેત્રની લીલી પરિક્રમા આ વર્ષે પણ કારતક શુદ-11 મધરાતના મુહુર્તને સાચવ્યા વગર ભવનાથમાં એકઠા થયેલા ભાવિકોના ક્રાઉડ મેનેજમેન્ટની પલોજણમાં પડયા વગર મહા વાવાઝોડા સંદર્ભે 8 તારીખ પહેલા પરિક્રમાથ} માટે કોઈપણ સંજોગોમાં દરવાજો ન ખોલવાનો નિર્ણય તંત્રને ફેરવીને એક દિવસ પહેલા જ જંગલના દરવાજા ખોલી દઈને તંત્રએ પોતાના જ નિર્ણયનો ભંગ અને 11ની મધરાતના પરિક્રમાના ઉદ્ઘાટન મુહુર્તનું ધામિર્ક મહત્વ ન જાળવતા સાધુ સંતો અને ભાવિકોમાં કચવાટ ફેલાયો છે.
ગરવા ગીરનારની લીલી પરિક્રમા આદિકાળથી કારતક શુદ-11થી કારતક શુદ પુનમ સુધી જંગલમાં ચાર રાતના રોકાણની પરંપરા સાથે ઉજવાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધર્મ જાણે કે, સગવડીયો બની ગયો હોય તેમ મુહુર્ત પહેલા જ પરિક્રમા શરૂ કરવા માટે મોટી સંખ્યામાં ઉતાવળીયા ભાવિકો પરંપરા અને નિયમોની પરવા ક્ર્યા વગર જંગલમાં પ્રવેશ કરતા થઈ જવાની પરંપરાનો ધામિર્ક પરંપરાનો ભંગ થઈ રહ્યાે છે.
કોઈપણ સંજોગોમાં અગીયારસની મધરાત પહેલા ન ખુલવા જોઈએ તેવી ભાવિકોને સાધુ સંતોમાં લાગણી પ્રવેશે છે પરંતુ કેટલાક વર્ષોથી અગીયારસ પહેલા ભવનાથમાં ભેગા થયેલા લોકોને સાચવવા અને વ્યવસ્થાની ફરજનો ભાર ઉપાડવો ન પડે તે માટે તંત્ર પરિક્રમાની પરંપરા નીતિ નિયમોને નેવે મુકીને જંગલના દરવાજા ખોલી નાખે છે.
આ વખતે 6-7-8 નવેમ્બરના મહા વાવાઝોડાની શકયતાના પગલે તંત્રએ જાહેરાતની જાળવણી માટે અગિયારસ પહેલા કોઈપણ ભાવિકને જંગલમાં પ્રવેશ ન કરવાનું વિધિવત જાહેરનામુ બહાર પાડયું હતું. પરંતુ વાવાઝોડું કે વરસાદ ન આવતા ગઈકાલ સવારથી ભવનાથમાં ભાવિકો ઉમટી પડયા હતા અને દોઢ લાખ જેટલી મેદની જમા થઈ જતાં કોઈપણ જાતની પરંપરા અને વિધિવત મુહુર્ત મુજબ જ દ્વાર ખોલવાનો ભંગ કરી એક દિવસ પહેલા જ જંગલના દરવાજા ખોલી દઈને ભવનાથમાં તંત્રએ લોકોને સાચવવા ન પડે તે માટે જ સમયસર પરિક્રમા શરૂ કરવાના તંત્રના નિયમનો તંત્રએ જ છેદ ઉડાડી દીધો હતો.
દર વર્ષે યાત્રા વહેલી શરૂ કરાવવામાં તંત્રના અધિકારીઆે, પદાધિકારીઆે સાથે પરિક્રમાની પરંપરા તોડવામાં સાધુ સંતો પણ મુક બનીને સમથર્ન આપતા હોય તેવી નારાજગી પણ ભાવિકો દ્વારા વ્યકત કરાઈ રહી છે. જો આમને આમ ચાલશે તો કારતક શુદ 11થી પૂનમ સુધીના પવિત્ર દિવસોમાં જ ગીરનાર દેવની પરિક્રમા કરી પૂÎયનું ભાથું બાંધવાની હિન્દુ સંસ્કૃતિની પરંપરા આ રીતે ચાલશે તે પરંપરા ખતમ થઈ જશે. ગઈકાલે રાત્રે ભવનાથમાં ભેગા થયેલા ભાવિકોની વ્યવસ્થાને જાળવણી કરવી ન પડે તે માટે અગિયારસના મુહુર્તથી એક દિવસ પહેલ વન અધિકારી એસીએફ ખટાણાએ જંગલના દરવાજા ખોલી ભાવિકોને જંગલમાં રવાના કરી રાહતનો દમ લીધો હતો. દરવાજો ખોલતાની સાથે દોઢેક લાખ લોકોએ વન પ્રવેશ કર્યો છે.

Comments

comments