ગીતાંજલિ સહિતની 7 કંપનીમાં સ્ટેન્ડિંગ સસ્પેન્ડ કરાશેઃ રોકાણકારોની માઠી

August 20, 2018 at 11:05 am


બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (એનએસઈ) પર 10 સપ્ટેમ્બરથી ગીતાજંલિ જેમ્સ સહિતની નવ કંપનીઆેમાં ટ્રેડિ»ગ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ગીતાંજલિ જેમ્સ પીએનબીને અબજો રૂપિયાનો ચૂનો લગાવનારા મેહુલ ચોકસીની કંપની છે. સેબીએ કહ્યું છે કે જો આ પૈકી કોઈ કંપની લોર્ડ (લિસ્ટિ»ગ આેિબ્લગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ્સ) નિયમોનો અમલ ચોકકસ સમયમર્યાદામાં કરશે તો તે કંપનીના શેરમાં ટ્રેડિ»ગ સસ્પેન્ડ નહી થાય. બીસેઈના કિસ્સામાં આ સમયમર્યાદા ચાર સપ્ટેમ્બર છે, જયારે એનએસઈના કિસ્સામાં પાંચ સપ્ટેમ્બર છે, આમ વાસ્તવમાં આ તમામ નવ કંપનીમાં ટ્રેડિ»ગ સસ્પેન્ડ થશે કે કેમ તે પાંચમી સપ્ટેમ્બર પછી સ્પષ્ટ થશે. સુત્રોના જણાવ્યા અનુસાર ટ્રેડીગ સસ્પેન્ડ કરવામાં આવે તો રોકાણકારોને નુકસાન જવાનો ભય છે.

યાદીમાં સમાવિષ્ટ અન્ય કંપનીઆેમાં એમ્ટેક આેટો, એસુન રેરોલ, પેનોરેમિક યુનિવસિર્લ એ ચાર કંપનીમાં બીએસઈ-એનએસઈ બન્નેમાં ટ્રેડિ»ગ સસ્પેન્ડ થઈ જશે. થમ્બી મોડર્ન સ્પિનિંગ મિલ્સ, ઈન્ડો પેસિફિક પ્રાેજેકટ્સ, હરિયાણા ફાઈનાિન્શયલ કોર્પોરેશન, નોબલ પોલિમર્સ, સમૃદ્વિ રિયલ્ટી પર બીએસઈમાં ટ્રેડિ»ગ સસ્પેન્ડ થઈ જશે. રેગ્યુલેશન 33 નાણાકિય પરિણામોની રજૂઆત અંગેનો છે. બીએસઈના કહેવા પ્રમાણે આ નવ કંપનીઆે પૈકી સમૃદ્વિ રિયલ્ટી અને નોબલ પોલિમર્સે તેમના નાણાકિય પરિણામ જાહેર કરી દીધાં છે, પરંતુ જરૂરી દંડ હજી જમા નથી કરાવ્યો.

Comments

comments