ગીર સોમનાથમાં આઠ ખાલી જગ્યાઆે ઉપર પીઆઈ નિમાયા

November 8, 2019 at 11:20 am


ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ ઇન્સ્પેકટરોની ખાલી પડેલ આઠ જગ્યાઆે ઉપર જિલ્લા પોલીસવડાએ ગઇ કાલે મોડી સાંજે નવા આઠ પીઆઇની નિમણુંક કરી છે જયારે જિલ્લામાં ફરજ બજાવતા પાંચ પીએસઆઇની આંતરીક બદલી કરી છે.
ગીર સોમનાથ જિલ્લાામાં પોલીસ ઇન્સ.પેકટરોની ઘટ હોવાના કારણે આઠ જેટલી પીઆઇની જગ્યાઆે ખાલી હતી. દરમિયાન તાજેતરમાં રાજય સરકારે 300 જેટલા પીએસઆઇને પીઆઇના બઢતીના પ્રમોશનનો હુકમ કરેલ હતા જે પૈકીના ગીર સોમનાથ જિલ્લામાં બઢતી પામેલા સાત જેટલા નવા પીઆઇ ફાળવવામાં આવ્યાી હતા.
દરમિયાન ગઇ કાલે મોડી સાંજે જીલ્લાપ પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ બઢતી થઇ જિલ્લામાં આવેલા સાતેય પોલીસ ઇન્સ્પેકટરોની જુદા-જુદા સ્ટેશનોમાં નિયુકતિ કરી છે. જેમાં એન.જી.વાઘેલાને વેરાવળ સીટીમાં, આર.કે.પરમારને મહિલા પોલીસ સ્ટેશનમાં, એન.એમ.આહીરને ઇન્ચાર્જ રીડર શાખામાં, જી.કે.ભરવાડને કોડીનાર, વી.એમ.ચૌઘરીને ઉના, એમ.પી.હિંગળાદીયાને સોમનાથ મંદિર સુરક્ષા, એસ.એલ.વસાવાની એસઆેજી બ્રાંચમાં નિયુકતિ કરાઇ છે જયારે પીઆઇ એમ.એમ.સોનરાતની રીડર શાખામાંથી સોમનાથ મરીન સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે જયારે જિલ્લામાં ફરજ બજાવતા પાંચ પીએસઆઇની પણ આંતરીક બદલી કરાઇ છે જેમાં એ.એમ.હેરમાની સોમનાથ મંદિર સુરક્ષામાંથી સુત્રાપાડા, એ.પી.સોલંકીની તાલાલાથી પેરોલ ફર્લો સ્કોવડમાં, વી.આર.ભુતિયાની પ્રભાસ પાટણથી સોમનાથ મંદિર સુરક્ષામાં, એસ.એચ.ભુવાની સુત્રાપાડાથી તાલાલા, એમ.કે.ભીગરાડીયાની તાલાલાથી પ્રભાસ પાટણ ખાતે બદલી કરવામાં આવી છે.

Comments

comments