ગીર સોમનાથ અને કચ્છની ધરા ધ્રુજી, ભૂંકપના ચાર આંચકા અનુભવાયા

April 13, 2019 at 10:48 am


ગઈકાલે મોડી રાત્રે રાયના બે જિલ્લાઓમાં ભૂંકપના હળવા આંચકા અનુભવાયા હતા. રાત્રે રાયના ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઐંઘમાંથી સફાળા જાગી ગયા હતા. આ આંચકા ગીર સોમનાથના તાલાળા અને કચ્છના રાપર સહિત અમુક વિસ્તારોમાં અનુભવાયા હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
પ્રા અહેવાલો મુજબ આ ગઈકાલે રાત્રે ચાર આંચકા અનુભવાયા છે, મોડી રાત્રે અને વહેલી સવારે રાયના તાલાળા, ભચાઉ અને રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાળામાં ૩.૫ની તીવ્રતાનો આંચકઓ અનુભવાયો હતો યારે રાપરમાં વહેલી સવારે ૫ કલાકે ૨.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
તાલાળાથી ૧૬ કિલોમીટર દૂર ઉતર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ મળી આવ્યું છે. આ ભૂકંપના આંચકાની અસર કચ્છ સુધી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના તાલાળા નજીક આવેલા હિરણવેલ ગામમાં થોડા સમય પહેલાં ખૂબ જ આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથમાં ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય હોવાનું તારણ નીકળતા ત્યાં સિસ્મોગ્રાફ યત્રં પણ મૂકવામાં આવ્યું હતું. રાયમાં મોડી રાત્રે અને વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાઓથી લોકો સફાળા જાગી ગયા હતા

Comments

comments

VOTING POLL