ગુંદા ગામમાં તસ્કરો ત્રાટકયાઃ રૂપિયા 22 હજારની ચોરી

May 10, 2019 at 10:41 am


ભાણવડના ગુંદા ગામમાં રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટકીને 22 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ નાેંધાવવામાં આવી છે તસ્કરોની રંજાડથી નાગરીકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ભાણવડના ગુંદા ગામે રહેતા ફરિયાદી અશ્વીનભાઇ ત્રિકમભાઇ પાડલીયા તથા આજુબાજુમાં રહેતા લોકોના ઘરમાં કોઇ ચોર ઇસમ પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના કિંમત રૂપિયા 18 હજાર તથા રોકડા રૂપિયા 4 હજાર કુલ 22 હજારની કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરીયાદ અશ્વીનભાઇ એ નાેંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments

comments