ગુગલએ નુત્ય કલાકાર મૃણાલિની સારાભાઇના 100 મા જન્મદિવસ પર એક નવું ડૂડલ બનાવ્યું છે

May 11, 2018 at 3:26 pm


ગુગલએ નુત્યકલાકર મૃણાલિની સારાભાઇના 100 મા જન્મદિવસ પર એક નવું ડૂડલ બનાવ્યું છે.અમેરિકી મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની ગુગલને પ્રખ્યાત ડાન્સર મૃણાલિના સારાભાઇના ૧૦૦ના જન્મદિવસ ઉજવવા માટે નવો ડુડલ બનવવામાં આવ્યો છે. મૃણાલિના સારાભાઇનો જન્મ ૧૧ મે ઇસ ૧૯૧૮ કેરલમાં થયો હતો અને ૧૯૪૯માં પેરીસમાં ડાન્સ કર્યો. ત્યારબાદ દુનિયાભરમાંથી ડાન્સ માટે તેને આમત્રણ આપવામાં આવતા હતા. ક્લાસિકલ ડાન્સને ઉંચાઈ પર લઇ જવા માટે મૃણાલિના સારાભાઇ ખુબ મોટો ફાળો રહ્યો છે.

.

મૃણાલિની સારાભાઇએ ડાન્સ શીખ્યા પછી તેમના પતિ વિક્રમ સારાભાઇ સાથે ૧૯૪૯માં દર્પણ એકડમીની સ્થાપના કરી હતી. આજના દિવસે બનાવેલ ગુગલ ડુડલની વાત કરે તો સુદીપતિ ટકરએ બનાવ્યો છે. આ ડુડલ મૃણાલિના સારાભાઇના ડાન્સ પર્ફોર્મન્સ અને છત્રી સાથે પણ જોવા મળશે. આના સિવાય ગુગલને એક પોસ્ટમાં ડુડલ વિશે લખ્યું છે “આજના ડુડલમાં ભારતીય ક્લાસિકલ ડાન્સર મૃણાલિના સારાભાઇને યાદ કર્યા છે. જેન ઓછી વયે ટેકનીક, ઉર્જા અને મજબુતીના દમ પર ભરતનાટ્યમના સાઉથ ઇન્ડીયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ અને કથકકલી કલાસિકલ ડાન્સ ડ્રામાની ટ્રેનીંગ લીધી. મૃણાલિના સારાભાઇ કેરળમાં જન્મ લીધા પછી તે
સ્વિત્ઝરલેન્ડ ચાલ્યા ગયાં અને ત્યાં જઈને તેને ડાન્સની શરૂઆત કરી હતી. તેને તેનું ભણતર રવીન્દ્રનાથ ટાગોર હેઠળ ભણ્યું છે. મૃણાલિને ૧૯૬૫માં પદ્મ શ્રી અને ૧૯૯૨માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૪માં નવી દિલ્લીમાં સંગીત નાટક એકેડેમીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને કેરળ સરકારને નીશગંધી પુરસ્કારથી રાજ્યમાં વાર્ષિક પુરસ્કારની પ્રાપ્ત કર્યો હતો. તેમની મૃત્યુ ૯૭ વર્ષની વયે જાન્યુઆરી ૨૦૧૬માં થયું હતો.

Comments

comments

VOTING POLL