ગુજરાતની અદાલતોમાં તારીખ પે તારીખઃ પાંચ-પાંચ દાયકા જૂના કેસ પણ પેન્ડિંગ

July 18, 2019 at 11:33 am


થોડા સમય પૂર્વે જ દેશના ચીફ જસ્ટીસે જુદીજુદી અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પેન્ડીગ હોવા અંગે ચીતા વ્યક્ત કરી હતી. હવે આવી જ ચીતા ગુજરાત માટે વ્યક્ત થઈ છે. કોર્ટમાં રહેલા પેન્ડીગ કેસોની વાત આવે એટલે તમને પણ ફિલ્મ દામિનીમાં સની દેઆેલનો તારીખ પે તારીખ, તારીખ પે તારીખ ડાયલોગ યાદ આવી જશે. ફિલ્મ તો ઠીક પરંતુ ગુજરાતની અદાલતોમાં પણ આવી જ સ્થિતિ છે. રાજ્યની કોર્ટોમાં કેટલાક કેસો પાછલા 50થી પણ વધુ વર્ષથી પેન્ડીગ છે.

હરિશંકર ગોરખાના કેસમાં પણ આવી જ સ્થિતિ છે. તેઆે 16 વર્ષથી નાની ઉંમરના હતા ત્યારે 30 એપ્રિલ 1965માં તેમની વિરુÙ સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ નાેંધાયો હતો. પાછલા 54 વર્ષથી કેસ લડી રહેલા હરિશંકર હવે સીનિયર સીટિઝન હશે. જોકે ગુજરાતમાં વર્ષોથી પેન્ડીગ હોય તેવો આ એકમાત્ર કેસ નથી. ન્યાયતંત્ર દ્વારા 100 જેટલા જૂના કેસોનું લિસ્ટ બહાર કઢાયું છે જેમાંથી 1961માં અબ્દુલ કરીમ વિરુÙ નાેંધાયેલા કેસની સુનાવણી અમદાવાદ મેટ્રાે કોર્ટમાં શરુ થવાની હજુ બાકી છે. કરીમ ડ્રગ્સ એક્ટ 1930 મુજબ પ્રતિબંધિત ડ્રગ્સ રાખવાના કેસમાં આરોપી છે.વર્ષોથી પેન્ડીગ પડેલા સૌથી જૂના 100 કેસોની યાદીમાં સૌથી છેલ્લા ક્રમે 29 ડિસેમ્બર 1978માં ત્રણ વ્યિક્તઆે વિરુધ્ધ ખોટી રીતે ટ્રાફિક કરવાના કારણે નાેંધાયો હતો. મોટાભાગના કેસોની જેમ આ કેસમાં પણ આરોપી સામે ફોજદારી કાર્યવાહી શરુ થવાના તબક્કે છે. રાજ્યની કોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કમિટી દ્વારા 26 જૂન 2019એ જિલ્લા ન્યાયિક ડેટા ગ્રીડ દ્વારા જનરેટ થયેલા ડેટામાંથી 100 સૌથી જૂના કેસોનું લિસ્ટ બનાવાયું હતું. રાજ્યના કાયદા વિભાગમાં કાર્યરત સીનિયર અધિકારીએ જણાવ્યું કે, હાઈકોર્ટ આવા કેસોનો ઝડપથી નિકાલ થાય તેનું મોનિટરિ»ગ કરી રહી છે. ગુજરાત હાઈકોર્ટે પાછલા વર્ષે ચૂકાદો આપ્યો હતો કે 10 વર્ષથી જૂના કેસોને અઠવાડિયાથી વધારે લાંબા મુદત આપવામાં ન આવે. જેથી લાંબા સમયથી નિકાલ વીના પડéા રહેલા કેસોના ચૂકાદામાં વધારે સમય ન લાગે. પાછલા મહિને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લેખિતમાં રાજ્યસભાને જણાવ્યું હતું કે, દેશભરની 25 હાઈકોર્ટમાં 43 લાખથી વધારે કેસો પેન્ડીગ પડéા છે. જેમાંથી 8 લાખ કેસો 10 વર્ષ કરતા વધાર જૂના છે. નીચલી અદાલતમાં 3.1 કરોડથી વધારે કેસો પેન્ડીગ છે જેમાંથી 2.22 કરોડ ગુનાખોરીના અને 87 લાખથી વધારે ફોજદારીના છે. ગુજરાતમાં 16.57 લાખ કેસો પેન્ડીગ છે. જેમાંથી 4.4 લાખ ફોજદારીના અને 12.16 લાખ ગુનાખોરીના છે.

Comments

comments

VOTING POLL