ગુજરાતની એકતા–અસ્મિતાને તોડનારાઓ લોકરોષનો ભોગ બની રહ્યા છે: અલ્પેશ ઠાકોર

April 19, 2019 at 5:13 pm


હાર્દિક પટેલ પર સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામે જાહેરસભામાં તરૂણ ગર નામના વ્યકિતએ તમાચો માર્યા બાદ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્ષેપ કરતી પ્રતિક્રિયા આપી હતી જે બાદ અલ્પેશ ઠાકોરે આ બાબતને વખોડી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ઘટના બહત્પ નિંદનિય છે આવી ઘટના લોકશાહીમા બને તે ખૂબ દુ:ખદી બાબત ગણાય પરંતુ હાર્દિક નેતા છે તેમણે થપ્પડ મારનાર યુવાનને માફ કરવો જોઈએ કારણ કે, હાર્દિક લોકોના રોષનો ભોગ બન્યા છે અને આ તેનું પરિણામ છે. વધુમાં ઉમેર્યુ હતું કે, પાટીદાર અનામત આંદોલન સમયે ૧૪ લોકોના મોત થયા છે તેનો પણ આ રોષ છે. આંદોલન સ્વતત્રં દેશમાં કોઈપણ કરી શકે છે પરંતુ આંદોલનમાં જાનમાલને નુકસાન થાય હિંસા ફેલાય તે પ્રકારના આંદોલનો જો કરવામાં આવે તો તે નુકસાની સહિતના જવાબદાર આંદોલનકારીઓ જ હોય છે. ત્યારે ગુજરાતની એકતા–અસ્મિતાને તોડનારા લોકોની રાજનીતિ કયારેય પ્રજા સ્વીકારતીનથી આ હત્પમલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેમ અંતમાં જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL