ગુજરાતનું ભૂગર્ભ જળ બની રહ્યું છે ઝેરી

March 26, 2018 at 11:52 am


Spread the love

વરસાદના પાણીને સાચવવાની અણઆવડત અને જળાશયોમાં રહેલા પાણીના અણઘડ વ્યવહારની સાથે સાથે રાયમાં કુવા–બોર દ્રારા ભૂગર્ભ જળનો પણ બેફામ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે જેથી એકબાજુ ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા છે તો ઔધોગિકતાની પાછળ ગાંડી દોડ અને પેસ્ટિસાઇડ–ફર્ટિલાઇઝરનો બેફામ ઉપયોગ આ પાણીમાં જીવલેણ કેમિકલનો વધારો કરી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારના ભૂગર્ભ જળમાં જીવલેણ કેમિકલની માત્રા હોવી તેની લિમિટ કરતા કયાંય વધુ જોવા મળી છે.
રાયકક્ષાના કેન્દ્રિય જળસંપદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ દ્રારા લોકસભામાં તાજેતરમાં આપવામાં આવેલ કેન્દ્રિય ભૂગર્ભ જળ સમિતિની આંકડા મુજબ ગુજરાતના ૨૧ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં સોડિયમનું પ્રમાણ વધી ગયું હોવાથી પાણી ખારા થઈ રહ્યા હોવાનું જણાવાયું છે. ૧૯ જિલ્લાઓના ભૂગર્ભ જળમાં ખૂબ વધારે પ્રમાણમાં લોરાઇડનું પ્રમાણ મળી આવ્યું છે તો ૨૧ જિલ્લાઓના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ પણ ખૂબ વધારે છે.
ઉપરાંત રાયના ૧૨ જિલ્લા એવા છે જેમાં કેમિકલ વેસ્ટપે આર્સેનિક એટલે કે અર્ધધાતુઓ તેના નિશ્ચિત લેવલ કરતા ખૂબ વધુ જોવા મળી છે. આર્સેનિકને કાતિલ ઝેર ગણવામાં આવે છે તેનું વધુ પ્રમાણ કેન્સર જેવા રોગથી લઈને અનેક જેનેટિક ખામીઓ સર્જી શકે છે. યારે ૬ જિલ્લાઓના ભૂગર્ભ જળમાં લોખંડનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.
આ જ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતે તેના કૂલ ભૂગર્ભ જળનું ૬૮% પાણી યુઝ કરી લીધું છે. જેના કારણે આ કેમિકલ્સમાં વધારો થયો હોવાનું પણ માનવામાં આવે છે. કેન્દ્રીય જળસંપદા મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રીલિઝમાં ૨૦૧૧માં વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા આપવામાં આવેલ પીવાના પાણી અંગેના ધારાધોરણના આંકડા આપવામાં આવ્યા છે. જે મુજબ એક લિટરમાં લોરાઇડનું પ્રમાણ ૧.૫ મિલિગ્રામથી વધુ ન હોવું જોઈએ. યારે નાઇટ્રેટનું પ્રમાણ પ્રતિલિટર વધુમાં વધુ ૫૦ મિલિગ્રામ જેટલું જ હોવું જોઈએ. યારે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાર્ડર્ડના ધારાધોરણો પણ વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા એકસરખા છે. ફકત નાઇટ્રેટનું પ્રમાણ ૫૦ મિલિગ્રામની જગ્યાએ ભારતીય સ્ટાન્ડર્ડ મુજબ ૪૫ મિલિગ્રામ હોવું જોઈએ.
એમએનઆઈટી ઇન્સ્િટટૂટના પ્રોફેસર રોહિત ગોયલની આગેવાનીવાળી રીસર્ચ ટીમનું કહેવું છે કે પાણીમાં નાઈટ્રેટનું વધુ પ્રમાણ ખેતીમાટે વપરાતા વધુ પડતા નાઇટ્રોજન બેડ ફર્ટિલાઇઝરના કારણે અને ડોમેસ્ટિક સિવેજ પાણીનો ખેતીમાં ઉપયોગ કરવાથી થાય છે. નાઇટ્રોજનયુકત ખાતર માટીના સંપર્કમાં આવ્યા બાદ તે નાઇટ્રેટમાં ફેરવાય છે. જેથી પાકને જર હોય તેના કરતા વધારાનો નાઇટ્રેટ જમીન વાટે ભૂગર્ભજળમાં ભળે છે.
ગોયલે વધુમાં કહ્યું કે, યારે લોરાઇડના કેસમાં ભારતીય માપદડં મુજબ પ્રતિ લિટર ૧ મિલિગ્રામની લિમિટ છે જે વધારીને ૧.૫ મિલિગ્રામ સુધી લઈ જઈ શકાય છે. ગુજરાતના ભૂગર્ભ જળમાં લોરાઇડના વધુ પડતા પ્રમાણ પાછળ રાયની સોલ્ટ રોક સિસ્ટમ જવાબદાર છે. રાયની જમીનમાં ફલોરાઇડ યુકત પથ્થર વધુ છે જેના ધોવાણના કારણે લોરાઇડ ભૂગર્ભ જળમાં ભળે છે. તે ઉપરાંત બીજા કરચાના ધોવાણના કારણે પણ ભૂગર્ભ જળમાં લોરાઇડનું પ્રમાણ વધે છે