ગુજરાતમાં આજથી પ્રચારમાં ગરમાવો: આજે શાહ, કાલે રાહુલ અને 16મીએ મોદી

April 14, 2019 at 11:43 am


દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં પણ ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ લોકો વચ્ચે જઈને સભાઓ હજવી રહ્યાં છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રામનવમીનાં પર્વથી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રોડ- શો અને ગ્રુપ બેઠકો યોજવાના છે. તો આવતી કાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકતે આવશે. એના બીજા જ દિવસે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ ગજવશે.

આજે અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. અમિત શાહ સવારે 9 કલાકે સાબરમતી વિધાનસભામાં પ્રચાર શરૂ કરશે. તો રાણીપ, સાબરમતી, ડિ કેબીન વોર્ડના ચેરમેન સેક્રેટરી સાથે બેઠક કરેશે. 10 કલાકે ચાંદલોડિયા વોર્ડના ચેરમેન સેક્રેટરી સાથે બેઠક યોજશે. સવારે 11 કલાકે ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક કરેશે. ત્યાર બાદ ગોતા વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ સાથે શાહની બેઠક થશે. બપોરે 1.30 કલાકે નારણપુરા વિધાનસભામાં બેઠક, અહીં તેમની નારણપુરા વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ સાથે બેઠક યોજાશે.

બપોરે 2.30 કલાકે નવાવાડજ, સ્ટેડીયમ વોર્ડ સાથે બેઠક કરશે. સાંજે 5થી 7 કલોલ વિધાનસભામાં બેઠક કરશે. રાત્રે 8.30 કલાકે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં બેઠક થશે. ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે બેઠક યોજાશે. રાત્રે 9.30 કલાકે ગાંધીનગરના મુખ્ય કાર્યકતર્ઓિને મળશે.
અમિત શાહ બાદ બીજા દિવસે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ લોકસભા મતક્ષેત્રોમાં સભાઓ સંબોધશે. તેમની સાથે તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયકાં ગાંધી પણ જોડાશે. તેઓ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતમાં તેઓ ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલને સોમવારે સવારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ એક જ દિવસમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. ત્યારબાદ 18 એપ્રિલે કેશોદ અથવા પોરબંદરમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ યોજશે. જ્યાર બાદ 20મી એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં જાહેરસભા કરશે તેમ કોંગ્રેસના આંતરિક સૂત્રો કહી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી 2.30 કલાકે સાબરકાંઠા લોકસભા માટે હિંમતનગરમાં ભાજપ્ની જાહેરસભા સંબોધશે. બુધવારે ત્યાંથી સાંજે 4 કલાકે સુરેન્દ્રનગરમાં અને સાંજે 7 વાગ્યે આણંદમાં પ્રચાર કરશે. રાત્રે ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપ્ના આગેવાનો સાથે રાજ્યની 26 બેઠકો ઉપર ભાજપ્ની સ્થિતિ અંગે સમિક્ષા પણ યોજશે. બીજા દિવસ ગુરુવારે 18 એપ્રિલની સવારે વડાપ્રધાન અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે.

Comments

comments