ગુજરાતમાં ‘કીકી ચેલેન્જ’ના રવાડે નહીં ચડવા પોલીસની સલાહ

August 1, 2018 at 10:57 am


કીકી ડૂ યુ લવ મી? કેનેડિયન રેપર ડ્રેકનું આ ગીત ધૂમ મચાવી રહ્યું છે. પણ, આ ગીતને ઈન્ટરનેશનલ લેવલે સોશિયલ મિડિયા ઉપર ચેલેન્જ બનાવી દેવાયું છે. ધીમી ગતિએ ચાલુ કારમાંથી ઉતરી કારમાં રહેલા કેમેરામાં ખુલ્લા દરવાજાની સામે જ કીકી ગીત ઉપર ડાન્સ કરી તેનો વિડિયો અપલોડ કરવાનો ભયજનક ટ્રેન્ડ શરૂ થયો છે. યુ ટ્યુબ ઉપર કીકી ચેલેન્જનું એડવેન્ચર દશર્વિતાં અને એડવેન્ચર કેટલું જોખમી છે? તે દશર્વિતાં અનેક વિડિયો અપલોડ થયેલાં છે.
આમ તો ગુજરાતમાં કીકી ચેલેન્જનો ચિંતાજનક એકપણ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી. પણ, ગુજરાત પોલીસે કીકી ચેલેન્જ ભયજનક હોવાનું ટ્વિટ કરી તેનાથી દુર રહેવા યુવા વર્ગ અને બાળકોને સલાહ આપી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મિડિયા ઉપર વાઈરલ થયેલી લોભામણી ચેલેન્જ જીંદગીનું જોખમ સજીર્ જાય તેવી હોવાનું જણાવી યંગસ્ટર્સને આવી ચેલેન્જથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. ટ્રાફિક પોલીસે કીકી ચેલેન્જ સ્વિકારી રોડ ઉપર ભયજનક રીતે ડાન્સ કે ડ્રાઈવિંગ કરનાર સામે પોલીસ કાર્યવાહીની ચિમકી પણ આપી છે.
ગુજરાત પોલીસે યંગસ્ટર્સ અને બાળકોના વ્યાપક હીતને ધ્યાનમાં રાખીને કીકી ચેલેન્જ આપવા અને સ્વિકારવાની ભૂલ નહીં કરવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે, ગમતાં ગીત માણવાના હોય છે તેનાથી જીંદગીનું જોખમ સર્જાય તેવી ઘેલછા વ્યાજબી નથી. અમદાવાદ કે ગુજરાતમાં કીકી ચેલેન્જનો કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી. છતાં, સોશિયલ મિડિયા ઉપર બ્લ્યુ વ્હેલના જોખમી આક્રમણ પછી કીકી ચેલેન્જના જોખમો અંગે પોલીસે લોકોને આગોતરી ચેતવણી આપી છે.

Comments

comments

VOTING POLL