ગુજરાતમાં ચેઈન સ્નેચરોને ૧૦ વર્ષ સુધીની સજાના કાયદાને રાષ્ટ્ર્રપતિની મંજૂરી

May 23, 2019 at 11:29 am


Spread the love

દેશના અન્ય રાયમાં ચેઈન સ્નેચરોને ત્રણ વર્ષની સજા આપતા કાયદાની સરખામણીએ ગુજરાત રાયમાં ચેઈન સ્નેચરોને ૧૦ વર્ષ સુધીની સજા આપતા કાયદાને રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. ચેઈન સ્નેચિંગના ગુના બદલ તેમ જ એ પ્રક્રિયા દરમિયાન સંબંધિત વ્યકિતને ઈજા કરવા બદલ ક્રિમિનલ લો (ગુજરાત અમેન્ડમેન્ટ) ખરડા ૨૦૧૮ અંતર્ગત ગુનેગારને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજા ઉપરાંત . ૨૫૦૦૦નો દડં કરવામાં આવશે.

રાષ્ટ્ર્રપતિએ આ ખરડાને મંજૂરી આપી દીધી હોવાનું ગૃહ ખાતાના અધિકારીઓએ કહ્યું હતું. દેશના અન્ય રાયોમાં સમાન્ય રીતે ચેઈન સ્નેચરોને આઈપીસીની કલમ ૩૭૯ હેઠળ ત્રણ વર્ષની જેલની સજા અથવા દડં કે પછી બંને કરવામાં આવે છે. અમુક રાયો આ કાયદાને રાષ્ટ્ર્રપતિ મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાએ સપ્ટેમ્બર ૨૦૧૮માં આઈપીસીની કલમ ૩૭૯માં સુધારો કર્યેા હતો અને તેમાં વધુ બે કલમ ૩૭૯એ અને ૩૭૯બી ઉમેરી હતી અને ગુનેગારોને કડક સજા થાય તેની ખાતરી કરી હતી.
ગુજરાત સરકારે આ કાયદો ઘડી કાઢો હતો કેમ કે આઈપીસીની કલમ ૩૭૯ હેઠળ ચોરી માટે કરવામાં આવતી સજા ગુનેગારોને ગુનો કરવા નિત્સાહી અપૂરતી જણાતી હતી કેમ કે મોટાભાગે ગુનેગારો જામીન મેળવી લેતા હતા, એમ અન્ય એક અધિકારીએ કહ્યું હતું. નવા કાયદાનુસાર ચેઈન સ્નેચરને ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવશે, પરંતુ ગુનો કરતી વખતે જો તે સંબંધિત વ્યકિતને ઈજા પહોંચાડશે તો તેવા સંજોગોમાં તેને દસ વર્ષ સુધીની જેલની સજા કરવાની આ કાયદામાં જોગવાઈ છે