ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઃ 19 જિલ્લાના 66 તાલુકામાં મેઘમહેર

June 24, 2019 at 10:34 am


ખેડૂતો, મહિલાઆે, ગૃહિણીઆેથી માંડી ગુજરાતની 6&& કરોડની જનતા જેની આતુરતાપૂર્વક ચાતક દૃિષ્ટએ રાહ જોતી હતી તે નૈઋત્યનું ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન થઈ ચૂકયું છે અને લોકોના હૈયા પુલકિત બન્યા છે. ઈન્ડિયન મેટ્રાેલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના જણાવ્યા મુજબ ચોમાસુ આગળ ધપવા માટે પુરતા અનુકુળ સંજોગોનું નિમાર્ણ થયું હતું અને અરબી સમુદ્રના ચોમાસાથી વંચિત રહેલા બાકીના ભાગો જેવા કે કાેંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, વિદર્ભ, છત્તીસગઢ અને અરબી સમદ્રના ઉત્તર તરફના વિસ્તારોમાં આવતાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશમાં નૈઋત્યના ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે.

નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં વિધિવત એન્ટ્રી મેળવતાની સાથે જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે. ગઈકાલે મોડીરાત્રે અમદાવાદમાં તોફાની પવન સાથે 1થી 3 ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના કઠવાલમાં 3 ઇંચ વરસાદ ખાબકયો છે. હિંમતનગર, અરવંી, સાબરકાંઠા, મોડાસા, બાયડ, મેઘરજ, માલપુર, તલોદ, પ્રાંતિજ સહિતના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે વરસાદ પડયો છે.
સરેરાશ 1થી 3 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારોમાં નાેંધાયો છે અને હજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું છે અને વરસાદ માટે તમામ સંજોગો અનુકુળ હોવાથી વધુ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

Comments

comments