ગુજરાતમાં બિઝનેસ કરવો સરળ નથીં

July 12, 2018 at 2:21 pm


ગુજરાતમાં એક તરફ વાઇબ્રન્ટ સમિટની તૈયારી જોરશોરથી શરુ થઇ ગઈ છે તેવા સમયે ‘ ઇઝ આેફ ડુઇંગ બિઝનેસ ‘ ના બહાર આવેલા રેિન્કંગને કારણે ગુજરાતને નિરાશા સાંપડી છે. વ્યાપાર કરવા માટે સરળતા રહે તે માટે શરુ કરવામાં આવેલ ‘ઈઝ આેફ ડૂIગ બિઝનેસ’ રેિન્કંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડૂ જેવા મોટા રાજ્યોને પાછળ છોડીને આંધ્ર પ્રદેશે બાજી મારી છે. જ્યારે તેલંગાના અને હરિયાણા બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં છે.

ઈઝ આેફ ડૂIગ બિઝનેસનો હેતુ નિવેશકોને ઘરે બેઠા જ બધી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે. જેથી તેમને વ્યાપાર કરવામાં સરળતા થઈ શકે, જેમાં વિભાગોની માહિતી આેનલાઈન ઉપલબ્ધ કરાવવી, આેનલાઈન ફિ જમા કરાવવી, નક્કી સમય સીમાની અંદર સેવાઆે આપવી, ઉદ્યાેગથી સંબંધિત મામલોનું સંરક્ષણ કરવા માટે અલગથી વાણિજ્ય વિવાદ ન્યાયાલની રચના, શ્રમ કાયદાઆેને સરળ બનાવવા, પર્યાવરણ ક્લીયરન્સ વગેરે તમામ સુવિધાઆે પર વિશ્વ બેંક સર્વે કરે છે.

જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી અગાઉના વર્ષોમાં ફસ્ર્ટ રેન્ક પ્રાપ્ત કરનાર આ રાજ્યને શાંત અને સમૃદ્ધ ગણવામાં આવે છે પરંતુ કાયદાની આંટીઘૂંટીને કારણે રેિન્કંગમાં આ વખતે પાછળ થઇ ગયુ છે તેવું લાગે છે. રાજ્ય સરકાર દેશી અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જાત જાતના પગલાંઆે રહે છે પરંતુ આ પ્રકારના અહેવાલોથી આવા પ્રયાસોને ફટકો પડી શકે છે. રેિન્કંગમાં પાછળ ધકેલાઈ ગયેલા ગુજરાતે હવે સુધારાવાદી પગલાં લેવા પડશે.

ઈઝ આેફ ડૂIગ બિઝનેસમાં સુધારો થાય તો વધારે ઈન્વેસમેન્ટ મળી શકે અને ઈન્વેસ્ટરો માટે વધારે સારું બિઝનેસ વાતાવરણ મળી શકે તે બાબતને માત્ર રાજકીય નેતાઆે જ નહિ પણ સરકારી બાબુઆેએ પણ ધ્યાનમાં રાખવી પડશે.

Comments

comments