ગુજરાતમાં ભાજપના 50 ટકા સાંસદોની ટિકિટ કપાશે

January 25, 2019 at 10:48 am


લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઆે બાકી છે અને ભાજપ-કાેંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં ગળાડૂબ થઈ ગયા છે. ભાજપમાંથી કોને ટિકિટ મળશે અને કોને નહી મળે ં તેની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છેલ્લા તબકકામાં હાથ ધરવામાં આવશે તેવા જવાબો ભાજપના રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરના ટોચના નેતાઆે આપી રહ્યા છે પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતના ભાજપના 26માંથી 50 ટકાથી વધુ વર્તમાન સાંસદોની ટિકિટ કપાય અને ભાજપ આ વખતે મોટા પ્રમાણમાં નો-રિપીટ થિયરી અપનાવે તેવી ભારોભાર શકયતા છે.

છેંી ઘડીએ ઉમેદવારોની પસંદગી થવાની વાતને નકારતા આ સૂત્રો જણાવે છે કે, સંભવિત દાવેદારોના લિસ્ટ ઘણા સમયથી તૈયાર થઈ જાય છે અને તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની અનેક વખત મુલાકાતે આવ્યા છે ત્યારે ભાજપની સ્થાનિક શિર્ષસ્થ નેતાગીરી સાથે આ સંદર્ભે ચર્ચા થઈ છે અને તેમાંથી બહાર આવતી વિગતો મુજબ હાલ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના સાંસદો ચૂંટાયા છે અને હવે આગામી ચૂંટણીમાં તે પૈકીના 50 ટકાથી વધુ વર્તમાન સાંસદોને 2019ની લોકસભાની ચૂંટણી માટે ટિકિટ ન ફાળવવામાં આવે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જો કે, આ અંગેની સત્તાવાર જાહેરાત સ્વાભાવિક રીતે જ ચૂંટણીના છેલ્લા દિવસોમાં કરવામાં આવશે.

ગુજરાતમાં ભાજપના જે 50 ટકા જેટલા સાંસદો ટિકિટથી વંચિત રહેવાના છે તેમાં સૌરાષ્ટ્રના ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે. પોરબંદરના સાંસદ અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે જાહેર જીવનથી દૂર રહ્યા છે અને તેમને આ વખતે ટિકિટ મળે તેવી કોઈ શકયતા નથી.

આવી જ રીતે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરાને પણ આ વખતે પડતાં મુકવામાં આવે તેવી સંભાવના છે. ભાજપના આ સાંસદ જાહેરમાં ઉચ્ચારણો બદલ બ્લેકલિસ્ટમાં મુકાયા હોવાનું સૂત્રો જણાવે છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની 6માંથી પાંચ બેઠકોમાં કાેંગ્રેસનો વિજય થયો હતો અને તે બાબતને ધ્યાનમાં રાખી અમરેલીના સાંસદ નારણ કાછડિયાને પણ આ વખતે ટિકિટ ન મળે તેવું બહાર આવી રહ્યું છે.

પોતાના ‘બડબોલાપન’ને કારણે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ટિકિટ કપાવાના લિસ્ટમાં મુકાયા હોવાનું સૂત્રો જણાવે છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ પોતાના મત વિસ્તારની ભાગ્યે જ ખેવના કરતાં જાણીતા અભિનેતા પરેશ રાવલને નિષ્ક્રિયતા નડી જાય અને તેને ટિકિટથી વંચિત રાખવામાં આવે તેવું પણ બોલાઈ રહ્યું છે. સીબીઆઈના બહુચચિર્ત પ્રકરણમાં લાંચ કેસમાં બનાસકાંઠાના હરિભાઈ ચૌધરીનું નામ ઉછળ્યું હતું અને તેના કારણે તેની પણ બાદબાકી થાય તેવું સૂત્રો જણાવે છે.

સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ સામે અને પાટણમાં લીલાધર વાઘેલા સામે સ્થાનિકક્ષાએથી જોરદાર વિરોધ ઉઠવા પામેલ છે. આ ઉપરાંત કામગીરીના પરફોર્મન્સમાં પણ આ બન્ને નેતાઆે ઉણાં ઉતર્યા હોવાનું રિપોર્ટકાર્ડ તૈયાર કરાયું છે અને તેથી વાઘેલા-દીપસિંહની બાદબાકી થાય તેમ જણાઈ રહ્યું છે. આ ઉપરાંત વલસાડના કે.સી. પટેલ અને ગોધરાના પ્રભાતસિંહ ચૌહાણને પણ આ વખતે ટિકિટથી વંચિત રાખવામાં આવે તેવી સંભાવના છે.

ગાંધીનગરની બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય બની ગયા છે. અડવાણીને આ વખતે ટિકિટ મળે તેવી શકયતા નહીવત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાંથી ચૂંટણી લડવા માટે તેવી વાતો ઘણા સમયથી મીડિયામાં ચમકી રહી છે. જો કે, આ વાતને કયાંયથી સમર્થન મળતું નથી પરંતુ આમ છતાં જો આવું બને તો રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાને પણ ટિકિટથી વંચિત રહેવું પડશે. મોહનભાઈ કુંડારિયાને ટિકિટ ન આપવાના અન્ય કોઈ કારણો નથી પરંતુ તે વડાપ્રધાન ચૂંટણી લડતા હોય તો સ્વાભાવિક રીતે જ સાંસદનું પત્તું કપાય.

કોનું પત્તુ કપાશે અને કોને ફરી ટિકિટ મળશે ? તે સવાલનો જવાબ તો ચૂંટણીના દિવસો અગાઉ મળશે પરંતુ હાલ ભાજપમાં મોટાપાયે નો-રિપીટ થિયરી અપનાવવામાં આવનાર હોવાનું બહાર આવતા રાજકારણમાં આ વિષય ભારે ચર્ચાસ્પદ બન્યાે છે.

Comments

comments

VOTING POLL