ગુજરાતમાં ભાજપે શરૂ કયુ મિશન–૨૦૧૯: વિધાનસભા ચૂંટણીનું ડેમેજ કંટ્રોલ કરવા કવાયત

March 26, 2018 at 11:53 am


Spread the love

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં વધુ નુકસાન ન થાય તે માટે ભાજપે ગુજરાત વિધાનસભામાં હારનો સામનો કરવો પડો તેવી ૮૩ સીટ પર ડેમેજ કન્ટ્રોલનું કાર્ય શ કરી દીધું છે. ૨૦૧૪ લોકસભા ચૂંટણી દરમિયાન રાયની તમામ ૨૬ લોકસભા સીટ પર ભગવો લહેરાયો હતો. જો કે, ૨૦૧૭ વિધાનસભાના પરિણામને ધ્યાનમાં રાખીએ તો આ પરિસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ ઓછામાં ઓછી ૯ લોકસભા સીટ હારે તેમ છે.
ભાજપના વરિ નેતાએ કહ્યું કે, ડિસેમ્બર ૨૦૧૭માં હાર મળી તેવી બેઠક પર ડેમેજ કન્ટ્રોલ શ કરવા પાર્ટી એડીચોટીનું જોર લગાવી દેશે. સમસ્યાઓ અને હાર પાછળના કારણો સહિતનો એક વિસ્તૃત રિપોર્ટ બનાવીને સબમિટ કરવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવી સીટની મુલાકાતે જશે અને અહીંની સમસ્યાના સમાધાન માટે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે.
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી બાદ પાર્ટીએ ફિડબેક માંગ્યા હતા જે આગામી ચૂંટણી પહેલાં જરી ફેરફારો કરવામાં મદદપ થશે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભચ અને આણદં લોકસભા બેઠક પર કોંગ્રેસ ભાજપને કાંટાની ટક્કર આપશે. ૨૦૧૪ના આંકડા મુજબ આ સીટ પર ભાજપના મતમાં સતત ઘટાડો નોંધાયો છે