ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે ભાડે રાખેલા 4 હેલિકોપ્ટર અને 4 એરક્રાફટનું ભાડૂ પ્રતિ કલાકનું રૂ.1થી 4 લાખ

April 19, 2019 at 10:34 am


લોકસભાની ચૂંટણી દરમિયાનમાં રાત થોડીને વેશ જાજા તેવા સંજોગોમાં નેતાઓને એક સભા સ્થળેથી બીજા સભા સ્થળે પહોંચવા હેલિકોપ્ટર અને એરક્રાફટનો જ સહારો લેવો પડે છે. આ પ્રચારમાં વાપરવામાં આવતા એરક્રાફટ અને હેલિકોપ્ટરના ભાડા ચૂંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આચારસંહિતા હોવાના કારણે ગુજરાત સરકારનું પોતાનું હેલિકોપ્ટર કે એરક્રાફટનો ઉપયોગ કરી શકાતો નથી ત્યારે ચૂંટણીપંચ દ્વારા નિર્ધિરિત કરેલા ભાડાનો દર એક કલાકના એક લાખથી લઈને ચાર લાખ પિયા નક્કી કરવામાં આવ્યા છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપે વધારે હેલિકોપ્ટર અને આરક્રાફટ રાખ્યા છે. ભાજપે ત્રણ એરક્રાફટ અને બે હેલિકોપ્ટર ભાડે રાખ્યા છે. જયારે કોંગ્રેસે બે હેલિકોપ્ટર અને એક આરક્રાફટ ભાડે રાખવામાં આવ્યા હોવાનું ચૂંટણીપંચના સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ એરક્રાફટનો ઉપયોગ ભાજપ્ના પ્રદેશ નેતા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અધ્યક્ષ જીતુ વાઘાણી અને સ્ટાર પ્રચારકોની યાદીમાં આવતા નેતાઓ આ એરક્રાફટનો ઉપયોગ કરે છે.

કોંગ્રેસમાં રાજીવ સાતવે, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અમિત ચાવડા, રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકો હવાઈ મુસાફરી માટે ઉપયોગ કરે છે તો અનામત આંદોલનના યુવાન ચહેરા હાર્દિક પટેલને ખાસ ઓવર ફાળવવામાં આવ્યું છે.
અત્રે નોંધવું જરી છે કે, આ હવાઈ મુસાફરીનો ખર્ચ પાર્ટી ખર્ચમાંથી થાય છે.

Comments

comments