ગુજરાતમાં લાંચિયા અધિકારીઆે વધી ગયાઃ દર ત્રીજા દિવસે એક પકડાય છે

February 22, 2019 at 11:10 am


ગુજરાતમાં ખાતો નથી અને ખાવા દેતો નથી એ હવે જુનું થઈ ગયું છે અને હવે સરકારી અધિકારીઆે બે હાથ ખાઇ રહ્યા છે તેવું બહાર આવેલા આંકડાઆે ઉપરથી જાણવા મળ્યું છે.
2018માં દર ત્રીજા દિવસે ક્લાસ 1 કે ક્લાસ 2ના સરકારી અધિકારી લાંચરુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ના હાથે લાંચે લેતા અથવા ભ્રષ્ટાચાર કરતાં ઝડપાયા છે. 2013ની તુલનામાં 2018માં ના હાથે ઝડપાયેલા લાંચિયા ક્લાસ 1 કે ક્લાસ 2ના અધિકારીઆેની સંખ્યા બમણી થઈ છે. એસીબી તરફથી મળેલી માહિતી મુજબ, 2018માં ક્લાસ 1/2ના 123 લાંચિયા અધિકારીઆે ઝડપાયા છે. 2013માં આ સંખ્યા 55 હતી. એસીબી અધિકારીએ કહ્યું, હવે સરકારી તંત્રમાં નાની-નાની રકમની લાંચ લેતાં કર્મચારીઆે કરતાં મોટી માછલી પર ગાળિયો કસવાનો નિર્ણય કર્યો છે.
એસીબીના ડિરેક્ટર કેશવ કુમારે કહ્યું, લાંચના માત્ર નાના-નાના કેસને બદલે ભ્રષ્ટાચાર અને કૌભાંડોના મોટા કેસ પર ધ્યાન કેંિદ્રત કરવાનો નિર્ણય કર્યો છે. મોટા કેસો નાેંધવાની સાથે તપાસમાં ફોરેિન્સક અધિકારીઆેને પણ સાથે રાખીએ છીએ. પરિણામ સ્વરુપે 2014માં ગુનેગારોનો દર 30% હતો જે વધીને 2018માં 44% થયો છે.
ક્લાસ વન આેફિસર સામે કડક કાર્યવાહી 2018થી વધુ જોવા મળી. ગત એપ્રિલમાં ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કૌભાંડ અને જીએલડીસીના મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. દેત્રોજા સામે તેમની જાહેર કરેલી આવકના પ્રમાણમાં અસમાન મિલકત હોવાનો કેસ નાેંધાયો છે.ક કે. એસ. દેત્રોજાની સામે 200 કરોડના ચેક ડેમ કૌભાંડનો પણ કેસ દાખલ થયો છે. ગાંધીનગરમાં તેની આેફિસમાંથી 1.28 લાખ રુપિયા રોકડ અને સોનાના ઘરેણાં મળ્યા હતા.
એસીબીના અધિકારીઆેના મતે કે. એસ. દેત્રોજા પાસે કરોડોની અસ્થાયી મિલકત છે. આ બધાને કારણે રાજ્ય સરકારને કોર્પોરેશન બંધ કરવાની ફરજ પડી. અન્ય એક મોટા કેસમાં ક્લાસ 1 અધિકારી ઈનકમ ટેક્સના આસિસ્ટન્ટ કમિશ્નર આે.પી. મીણા સામે આઠ લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ થયો છે. ફરિયાદી પાસે એસસમેન્ટ ક્વેરી સેટલ કરવા માટે મીણાએ લાંચ માગી હતી.

Comments

comments

VOTING POLL