ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ: છોટા ઉદેપુરમાં 7 ઇંચ

August 17, 2018 at 11:39 am


ખેડૂતો અને આમ આદમીને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શ થયો છે. આજે વહેલી સવારે રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારે અંધારુ છવાયું છે અને અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ શ થઈ ગયો છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે સવારે 8 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 24 જિલ્લાના 141 તાલુકામાં ઝાપટાંથી ધોધમાર વરસાદ શ થયો છે અને સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 137 મીમી નોંધાયો છે.

આ ઉપરાંત નર્મદા જિલ્લાના તિલકવાડામાં 125, છોટા ઉદેપુરના કવાટમાં 118, તાપીના વાલોદમાં 117, ડોલવણમાં 117, પંચમહાલના ગોધરામાં 104, તાપીના કુકરમુંડામાં 101 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વ્યારામાં 80, સુબીરમાં 78, નીઝરમાં 74, ઘનપુરા, ગરુડેશ્ર્વર અને વાસદામાં 70 મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, પંચમહાલ, સુરત, વલસાડ, વડોદરા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે અને હજુ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.

કયા જિલ્લામાં કયારે વરસાદ પડશે
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું જોર રહેશે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સૌરાષ્ટ્રમાં દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર ઉપરાંત દક્ષિણ ગુજરામાં નવસારી, સુરત, ભચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે.

ગુજરાત પર છવાયેલા વાદળોના ગંજ…
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ ધસમસતું આવી પહોંચ્યું છે અને તેના કારણે વાદળોના ગંજ છવાતા મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શ કરી દીધું છે. બંગાળની ખાડીમાં આવતીકાલે વધુ એક લો-પ્રેશર સર્જાવાની શકયતા છે અને તેના કારણે આગામી દિવસોમાં પણ વરસાદ માટે ઉજળા સંજોગો છે. ગુજરાત પર સક્રિય થયેલી મોન્સૂન સીસ્ટમની સેટેલાઈટના માધ્યમથી લેવાયેલી તસવીર.

Comments

comments

VOTING POLL