ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ ઝૂમાં આફ્રિકન ‘બબુન’ વાનર આવશે

August 16, 2019 at 4:02 pm


રાજકોટ મહાપાલિકાના પ્રÛુમન પાર્ક ઝૂમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આફ્રિકન ‘બબુન’ વાનર પ્રદર્શનમાં મુકવામાં આવશે. પ્રÛુમન પાર્ક ઝૂમાંથી એક સિંહ યુગલ અને એક વાઘને પંજાબના છતબીર ઝૂ ખાતે મોકલવામાં આવશે અને તેના બદલામાં નવા 30 જેટલા પ્રાણી-પંખીઆે રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવશે. ટૂંક સમયમાં નવા પ્રાણીઆે અને પંખીઆે પ્રદર્શન માટે મુકાશે. આ માટે સેન્ટ્રલ ઝૂ આેથોરિટીએ પર લીલીઝંડી આપી દીધી હોવાનું મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું. વધુમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટના પ્રÛુમન પાર્ક ઝૂમાંથી એક સિંહ-સિંહણની જોડી, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ પંજાબના છતબીર ઝૂને મોકલવામાં આવશે અને તેના બદલામાં ત્યાંથી આફ્રિકન પ્રજાતિના હમદ્રયાસ બબૂન વાનર યુગલની એક જોડી, એક હિમાલયન રિ»છ, જંગલ કેટની એક જોડી સહિતના પ્રાણીઆે તદ્ ઉપરાંત રોઝ રિ»ગ પેરાકિટ, એલેઝાન્ડ્રીરન પેરાકિટ, પેઈન્ટેડ સ્ટ્રાેપક, કોમ્બડક અને ઝિબ્રા ફ્રિન્ચ સહિતના પક્ષીઆે મળી કુલ 40 જેટલા પ્રાણીઆે અને પંખીઆે રાજકોટ ઝૂમાં લાવવામાં આવશે. ગુજરાત રાજ્યના એક પણ ઝૂમાં હાલ સુધી આફ્રિકન પ્રજાતિના વિદેશી વાનર બબૂનને પ્રદશિર્ત કરવામાં આવેલ નથી આથી વિદેશી વાનરને પ્રદશિર્ત કરનાર રાજકોટ ઝૂ પ્રથમ બની રહેશે.
કમિશનરે ઉમેર્યું હતું કે, વિદેશી વાનર બબુન ખુબ જ કદાવર હોય છે અને તેના માટે પાંજરું બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે જે 20થી 25 દિવસમાં પૂર્ણ થશે. પાંજરુ બનાવવાનું કામ પૂર્ણ થયે પંજાબથી ઉપરોકત મુજબના પ્રાણીઆે અને પંખીઆે રાજકોટ લાવવામાં આવશે.
ઉપરોકત પ્રાણીઆે અને પંખીઆે રાજકોટ લાવવામાં આવ્યા બાદ રાજકોટ ઝૂમાં 53 પ્રજાતિના કુલ 408 પ્રાણીઆે અને પક્ષીઆે મુલાકાતીઆે માટે પ્રદશિર્ત થશે. જ્યારે પ્રÛુમન પાર્ક ઝૂના સુપ્રિ.ડો.હિરપરાએ જણાવ્યું હતું કે, પ્રÛુમન પાર્ક ઝૂની બાજુમાં આવેલા લાલપરી અને રાંદરડા તળાવ હાલમાં આેવરફલો થઈ રહ્યા હોય તેમજ હાલ રજાઆેનો માહોલ હોય મુલાકાતીઆેની સંખ્યામાં પણ જબરો વધારો થયો છે. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન આગામી શુક્રવાર તા.23-8-2019ના રોજ પ્રÛુમન પાર્ક ઝૂમાં વિકલી મેઈન્ટેનન્સ બંધ રાખવામાં આવ્યું છે જેથી તા.23ને શુક્રવારે ઝૂ રાબેતા મુજબ ચાલુ રહેશે જેની મુલાકાતીઆેને નાેંધ લેવા અપીલ છે.

Comments

comments