ગુજરાતમાં 1.11 લાખ બાળકો કુપોષિતઃ પાંચ ટકાના ચિંતાજનક દરે વધારો

August 29, 2018 at 11:32 am


આગામી સપ્ટેમ્બર મહિનો ગુજરાત સરકાર દુપોષણ સામે જંગ છેડનાર છે. સમગ્ર મહિનો પોષણ માસ તરીકે ઉજવવામાં આવનાર છે. રાજ્યમાં કુપોષિત બાળકોના વધવાના 5 ટકાના દરને લઈને વિધાનસભાના ફલા,ર પર યુધ્ધ ખેલાય છે પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી યોજનાઆે જોઈએ તેટલા પરિણામ આપી શકતી નથી. વર્ષ 2017-18માં કુપોષણના આંકડાએ સરકારની નિંદર હરામ કરી નાખી છે. ગુજરાતમાં 1.11 લાખ બાળકો દુપોષિત છે. જયારે 19980 બાળકો અતિ કુપોષિત અવસ્થામાં છે. રાજ્યમાં અતિ કુપોષિત બાળકોની ટકાવારી 2007/08માં 0.65 ટકા હતી વર્ષ 2010-11માં આ ટકાવારી 4.66 ટકાને આંબી જવા પામી છે. જે સૌથી ચિંતાજનક વિષય છે.ભારત સરકારના નીતિ આયોગ દ્વારા કરવામાંઆવેલ સૂચનના પગલે સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનો દુપોષિત માસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદાને લઈને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ખાસ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસના અધિકારીઆેએ હાજરી આપી હતી. જેમાં આગામી સમગ્ર મહિના દરમિયાન એક રોડમેપ પર કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા કુપોષણ અંગેના ચોથા રાઉન્ડની ચકાસરી તમામ જિલ્લાકક્ષાએ કરવામાં આવી રહી છે. આ ચકાસણીના અંતે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા પુરક આહારની ખરી વિગતો બહાર આવશે.

રાજ્યમાં કુપોષણને ડામવા માટે ગત જાન્યુઆરી મહિનામાં ફૂડ સેફટી એન્ડ ન્યુટ્રીશન કાઉિન્સલની બેઠક નવીદિલ્હીમાં બોલાવવામાં આવી હતી આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા પુરા પાડવામાં આવતા આહારમાં ફેરફાર કરવામાં આવે તો શું પરિણામ મેળવી શકાય તે જોવા રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દૂધ સંજીવની જેવી યોજના શરૂ કરીને બાળકોના પુરક આહાર પુરો પાડવામાં આવી રહ્યાે છે. આમછતાં નિર્ધારિત પરિણામો મળતા નથી તે એક ચિંતાનો વિષય છે.

હાલ રાજ્યમાં આઈસીડીએસ યોજના હેઠળ 42 લાખ લાભાર્થીને દર મહિને 16 હજાર મેટ્રીક ટન (ટેક હોમ રાશન) આપવામાં આવે છે.

ગત વર્ષ રાજ્યમાં 15 જૂનથી 31 આેગસ્ટમાં કુપોષણમુિક્ત મહાઅભિયાન છેડવામાં આવેલું જેમાં 57.02 લાખ બાળકોનું સ્કેનિંગ કરવામાં આવેલું હતું જેમાં બાળકોની તબિબ તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી તેવી રીતે જ આગામી સપ્ટેમ્બર મહિનામાં મહાઅભિયાન છેડવામાં આવશે.

બોકસ………..
દુકોષણના આંકડા

સુરેન્દ્રનગર 5642, ભરૂચ 2636, ગીરસોમનાથ 1356, પોરબંદર 50, રાજકોટ 1949, છોટાઉદેપુર 113, જામનગર 2411, મહિસાગર 4051, બનાવકાંઠા 6539, દ્વારકા 1836, આણંદ 7008, અમદાવાદ 1715, નર્મદા 2741, પાટણ 5259, વડોદરા 7625, અમરેલી 1983, બોટાદ 489, મોરબી 1809, દાહોદ 7419, અરવલ્લી 3959 જૂનાગઢ 1999, ભાવનગર 7058, ડાંગ 3768, વલસાડ 2188, નવસારી 1173, તાપી 3540, કચ્છ 1749, સાબરકાંઠા 6247, ગાંધીનગર 3648, પંચમહાલ 5790.

Comments

comments

VOTING POLL