ગુજરાતમાં 15 હજાર કરોડનું ક્લિયરિંગ અટકશે

May 30, 2018 at 12:13 pm


આજથી બે દિવસ ગુજરાતના 20 હજાર બેન્ક કર્મચારી-અધિકારીઆે હડતાલ પર ગયા છે અને દેશના 9 લાખ કર્મચારીઆે હડતાલ પાડી છે. ગુજરાતનું લગભગ 15 હજાર કરોડનું ક્લિયરિંગ ઠપ્પ થયું છે. એનડીએ સરકારે ઈન્ડિયન બેન્કસ એસોસિએશનને જાન્યુઆરી 2016માં બેન્ક કર્મચારીઆેના દ્વિ-પક્ષીય કરોરની વાટાઘાટ દ્વારા નવે.2017થી નવો પગાર મળે તે રીતે સમાધાન કરવાનો પરિપત્ર બહાર પાડેલ. કર્મચારીઆેમાં સરકારની આ પહેલને બિરદાવવામાં આવેલ હતી.

મે 2017થી આેકટો.2017 સુધીમાં વાટાઘાટની 15 બેઠકો પક્ષકારો વચ્ચે યોજાઈ હતી. પગાર વધારા સિવાયની અન્ય બાબતો અંગે ચર્ચા થયેલ પરંતુ સરકાર તરફથી એટલે કે નારાં મંત્રાલય તરફથી કર્મચારી અધિકારીઆેને કેટલો પગાર વધારો આપવો તે અંગે સૂચના આપવામાં આવેલ નહી.

સરકાર તરફથી સાતમું પગાર પંચ સ્વીકારેલ છે. બેન્ક કર્મચારીઆેએ સરકારની જનધન યોજના, નોટબંધી વખતે અશકય કામગીરી, સરકારની વીમા યોજનાનું વેંચાણ, મુદ્રાલોનની સેન્કસન અને તેનું વિતરણ અને છેલ્લે આધારકાર્ડ આપવા વગેરેમાં બેનમૂન કામગીરી બજાવેલ ચે અને વડાપ્રધાને પણ તેની સરાહના કરેલ હતી.

ઉપરોકત કામગીરીને લક્ષમાં લઈ બેન્ક કર્મચારીઆેને ગત દ્વિ-પક્ષીય કરારની જેમ આેછામાં આેછા 15 ટકા વધારો મળશે તેવી અપેક્ષા જરૂરથી હતી. પરંતુ 5 મેના રોજ માર્ચ 2017ના પગાર બિલ પર 2 ટકા વધારાનું સૂચન કરેલ હતું.આઈબીએએ બેન્કો હાલમાં ખોટ કરે છે તેવું કારણ જણાવવામાં આવેલ, પરંતુ બેન્કોનો આેપરેટીગ પ્રાેફીટ પગાર બિલ બાદ કયવાર્ બાદ નક્કી થાય છે જે 2017માં

રૂા.1,59,000 કરોડ હતો. પરંતુ એનપીએની રૂા. 1,70,000 કરોડની જોગવાઈ બાદ બેન્કોની ખોટ રૂા.11,000 કરોડ થયેલ. આ બાબતમાં કર્મચારીઆે કે નાના અધિકારીઆે જવાબદાર નથી. બેન્ક કર્મચારીઆેએ આઈબીએના સૂચનને ઠુકરાવેલ હતું. તા.28ના રોજ મુખ્ય મજુર કમિશનર તરફથી સમાધાનના પ્રયાસ થયેલ જે નિષ્ફળ ગયેલ છે.

બેન્ક કર્મચારીઆેની માગરી છે કે, તાત્કાલિક પગાર વધારાનું સમાધાન કરવું, પગાર વધારો સંતોષજનક આપવો અને અધિકારીઆેના સ્કેલ સાત એટલે કે જનરલ મેનેજર સુધીના અધિકારીઆે માટે સમાધાન કરવું.

Comments

comments