ગુજરાતી ફિલ્મ સાહેબનું ટીઝર થયું રીલિઝ, છેલ્લો દિવસનો વિકીડો જોવા મળશે કિસીંગ સીનમાં, વીડિયો વાઈરલ

January 8, 2019 at 2:18 pm


         હવે હિન્દી ફિલ્મોની બોલબાલાની સાથે ગુજરાતી ફિલ્મો પણ બોક્સઓફિસ પર ઘૂમ મચાવી રહી છે, છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મો સારી આવી રહી છે. ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ ચર્ચાનો વિષય બની છે.

         ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની અપકમિંગ મૂવી ‘સાહેબ’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની ચર્ચા છે એટલી જ ચર્ચા ટીઝરના એક સીનની થઈ રહી છે.આ ફિલ્મમાં એક લીપ કીસનો સીન લેવામાં આવ્યો છે જાણે પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં આવો સીન લેવામાં આવ્યો હોય તેવું લાગે છે પરંતુ તેવું નથી આ પહેલા પણ ગુજરાતી ફિલ્મમાં લીપ કીસના સીન આવી ચૂકેલા છે. ત્યારે મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયાનો કિસિંગ સીન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.મલ્હાર અને કિંજલની આ અપકમિંગ ફિલ્મનો વીડિયો લોકો પોતાના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના સ્ટેટ્સમાં રાખી રહ્યા છે. ફિલ્મ ‘સાહેબ’માં મલ્હાર એક સ્ટુડન્ટ લીડરના રોલમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં સ્ટોરીની સાથે સંવાદ પણ દમદાર જોવા મળી રહી છે.ફિલ્મની સ્ટોરી પરેશ વ્યાસે લખી છે જ્યારે શૈલેષ પ્રજાપતિ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદી પણ જોવા મળશે. ત્યારે આ ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાં ઘૂમ મચાવશે તેવું લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL