ગુજરાતે નર્મદાનાં ભાગીદાર રાજ્યો પાસેથી ૬૦૨૯ કરોડની ઉઘરાણી કરી

February 2, 2018 at 12:44 pm


ગુજરાત સરકારે નર્મદા યોજનાનાં ભાગીદાર રાજ્યો પાસેથી લેવાનાં બાકી નીકળતાં નાણાંની ઉઘરાણી ફરી એક વાર શરૂ કરી છે. ગુજરાતને નવેમ્બર, ૨૦૧૭ની સ્થિતિ એ ૬૦૨૯ કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. રાજ્ય સરકારે આ રકમ અપાવવા નર્મદા કંટ્રોલ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી છે. આ ત્રણેય ભાજપશાસિત રાજ્યો હોવા છતાં ગુજરાતને નાણાં મળી શક્યાં નથી.

નર્મદા યોજના ગુજરાત સહિત ૪ રાજ્યની ભાગીદારી ધરાવે છે. આ યોજના થકી વીજળી મેળવવા માટે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે કરાર થયા છે. જ્યારે સિંચાઈ અને પીવાનાં પાણી માટે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે કરાર થયા છે. નર્મદા યોજના માટે ગુજરાતને મધ્ય પ્રદેશ પાસેથી ૪૧૦૩ કરોડ, મહારાષ્ટ્ર પાસેથી ૧૩૮૫ કરોડ અને રાજસ્થાન પાસેથી ૫૯૧ કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે, જે પૈકી ૪૨૫૨ કરોડની રકમ વિવાદિત છે, જેનો નીવેડો આવતો નથી. રાજ્ય સરકારે પત્ર લખીને આ રાજ્યો પાસેથી કેનાલનાં બાકી કામો પૂરાં કરવા માટે નાણાંની માગણી કરી છે.

Comments

comments

VOTING POLL