ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર ?: કાલે રાહુલ લેશે નિર્ણય

March 27, 2018 at 11:52 am


કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કાલે ગુજરાત એકમ અંગે કોઈ મોટો નિર્ણય આપી શકે છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારીનો સ્વીકાર કરતાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પોતાનું રાજીનામું હાઈકમાન્ડને સોંપીને ત્રણ સાહ માટે અમેરિકા રવાના થઈ ચૂકયા છે. હવે આગામી લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાટીદાર અને ઓબીસીની નવી જીતાઉ ફોમ્ર્યુલા તૈયાર કરવાનો પ્રયાસ કરી શકે છે.
વિધાનસભા ચૂંટણીમાં જીતની નજીક પહોંચીને કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આ હારની અનેક વખત સમીક્ષા થઈ ચૂકી છે પરંતુ કોઈ સચોટ નિર્ણય લેવાયો નથી. પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી કોંગ્રેસ મહાઅધિવેશન બાદ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને પોતાનું રાજીનામું સોંપી ચૂકયા છે જેથી એવી અટકળો તેજ બની ચૂકી છે કે પ્રદેશ કોંગ્રેસમાં મોટો ફેરફાર આવી શકે છે. નવા પ્રદેશ અધ્યક્ષ માટે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વરિ અને ધારાસભ્ય કુંવરજી બાવળિયાનું નામ ચર્ચામાં છે. ચૂંટણી પહેલાં પક્ષમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોરનું નામ સૌથી ચોંકાવનારું છે. એવું મનાય રહ્યું છે કે નેતા વિપક્ષ પદ ઉપર પાટીદાર નેતા પરેશ ધાનાણીને બેસાડીને કોંગ્રેસ ઓબીસી નેતાને કમાન સોંપીને જીતની ફોમ્ર્યુલા તૈયાર કરવા માગે છે. રાજકીય નિષ્ણાત અને વરિ પત્રકાર આર.કે.મિશ્રાનું માનવું છે કે ચૂંટણી પરિણામોને લઈને રાહુલ ગાંધી પ્રદેશના વરિ નેતાઓ સામે પહેલાંથી જ નારાજ છે. આવામાં આગામી ચૂંટણી પહેલાં યુવા ચહેરાઓને આગળ લાવવા તેમની પ્રાથમિકતા રહેશે. જો કે અનુભવની કમી અલ્પેશના અધ્યક્ષ બનવાની રાહમાં અડચણ બની શકે છે પરંતુ ચૂંટણી જીતીને તેઓ પક્ષ માટે ઉપયોગી નેતા સાબિત થયા છે. બીજી બાજુ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું ઉગ્ર રાજકારણ દલિત વોટ બેન્ક કોંગ્રેસના પક્ષમાં લાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
ચર્ચા એવી પણ છે કે રાયસભા ચૂંટણીની ટિકિટ નહીં મળવાથી સોલંકી હાઈકમાન્ડથી નારાજ છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને આદિવાસી નેતા નારણ રાઠવા તથા હાઈકોર્ટના વકીલ તથા બ્રાહ્મણ નેતા અમીબેન યાજ્ઞિકને રાયસભામાં મોકલવામાં આવ્યા છે જેને લઈને પક્ષમાં ધમાસાણ મચી ગયું છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે રાહુલ ગાંધી પક્ષના ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી સંગઠનમાં ફેરફાર પર મહોર મારી શકે છે. આમ તો પ્રમુખ માટે ભરતસિંહ સોલંકીના ભાણેજ અમિત ચાવડાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે.

Comments

comments

VOTING POLL