ગુજરાત વાઈબ્રટની તૈયારી રૂપે 4થી સપ્ટેમ્બરથી વિદેશમાં રોડ-શો

August 29, 2018 at 11:26 am


આગામી વર્ષે 18થી 20મી જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 માટે વિશ્વના મહÒવના દેશોમાં પાંચમી સપ્ટેમ્બરથી રોડ-શો શરૂ થઈ રહ્યા છે અને તે માટેનો આખો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉના વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ વખતે પણ 12 આઈએએસ અધિકારીની આગેવાનીમાં ડેલિગેશન ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષણની કવાયત હાથ ધરશે. પ્રત્યેક ડેલિગેશનમાં સાતથી આઠ બિઝનેશમેન પણ સામેલ છે. રાજ્ય સરકારના ઉદ્યાેગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ-2019 માટેની વિવિધ કામગીરી શરૂ કરી દીધી છે. તેમાં કેટલાક કામ માટેના નાના ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે તો કેટલાક કામ માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડી જશે. આ ઉપરાંત વિશ્વભરમાં ભારતને પ્રમોટ કરીને ગુજરાત અને ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. સાથે સાથે બે બાબત પર પણ ફોકસ કરાશે કે ગુજરાતમાં એવાં નવાં ક્ષેત્રોમાં રોકાણ આવે જે ગુજરાતના વિકાસમાં વધુ મદદ કરતું હોય. ડેલિગેશનની સાથે ગયેલા ઉદ્યાેગપતિ કે અન્ય કંપનીઆે ગુજરાતમાં જોઈન્ટ વેન્ચર કંપની અથવા નવાં જોડાણો કરે તેવા પણ પ્રયત્ન હાથ ધરાશે.

આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ઉત્તરાયણ બાદ 18 જાન્યુઆરીથી યોજાશે. રાજ્ય સરકારના ઉદ્યાેગ વિભાગે નકકી કરેલા કાર્યક્રમ મુજબ 4થી સપ્ટેમ્બરથી જ રોડ-શો શરૂ થઈ જશે જે છેક આેકટોબરના અંત સુધી ચાલશે, તેમાં એક સમયે બે જૂદા જૂદા દેશોમાં આઈએએસ અધિકારીઆેની આગેવાની હેઠળ રોડ-શો યોજાશે. આ વખતે રોડ-શો ભારતના વિકાસની વાતની સાથે ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરાશે. આ ડેલિગેશનમાં ઉદ્યાેગપતિઆે ઉપરાંત ઉદ્યાેગોનાં સંગઠનો સીઆઈઆઈ, ફિકકસ અને નોલેજ પાર્ટનર એવા કેપીએમજી અને ઈ એન્ડ વાયના પ્રતિનિધિઆે પણ જોડાશે.

આ રોડ-શો બાદ ડોમેસ્ટિક રોડ-શોનું પણ આયોજન હાલમાં થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના ડીઆઈપીપી પણ આ આયોજનમાં કેટલાક અંશે સંકળાયેલી છે. સાથે વિદેશમાં ઈન્વેસ્ટ ઈન્ડિયાની ટેગલાઈન હેઠળ ગુજરાતમાં રોકાણ માટે પ્રયત્નો હાથ ધરાશે.

Comments

comments

VOTING POLL