ગુજરાત સરકારનું બજેટ ગ્રામિણ લક્ષી રહેવાના સંકેતો

February 5, 2018 at 11:12 am


ગુજરાત બજેટ સત્ર આગામી-19 ફેબ્રુઆરીથી શ થઈ રહ્યું છે. 20 ફેબ્રુઆરીમાં નાણામંત્રી નીતિનભાઈ ગુજરાત રાજ્યનું વર્ષ 2018-19નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામીણો, ખેડૂતોને રોજગારી આપી યુવાનોને આપવાનો પ્રયાસ કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી બજેટની તૈયારીમાં રાજ્ય સરકારના 12 ઉચ્ચ અધિકારીઓની ટીમ કામે લગાડવામાં આવી છે. જેમાં નાણામંત્રીના ભાષણથી લઈને વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને 12 અધિકારીઓની ટીમ દિવસ-રાત ઉજાગરા કરી રહી છે.
આ ટીમમાં અનિલ મુકિમ, સંજીવકુમાર, મિલિન્દ તોરવણે, વિશાલ ગુપ્તા, સી.જે.મેકવાન, કે.એચ.પાઠક, કે.કે.પટેલ એસ.વી.પરમાર, જે.બી.પટે,લ ઉપરાંત ડીપીડી વાઘેલા, બી.એમ.ચાવડા, વી.એસ.ગુપ્તા તેમજ ઈુસ્યોરન્સના એસ.એસ.ઠાકરેની ટીમ કામ કરી રહી છે.
તા.20 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં વિધાનસભાના ગુજરાતમાં આવેલા પરિણામોને ધ્યાનમાં લેવામાં આવે તો ગ્રામીણ મતદારોમાં વ્યાપક નારાજગી જોવા મળી છે જેમાં ભાજપે અડધો અડધ બેઠકો ગુમાવવી પડે છે. આ સ્થિતિને લક્ષમાં લેવાય તો લોકસભામાં 50 ટકા બેઠકો ગુવવાની નિશ્ર્ચિત છે માર્ચ-2019માં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે ગ્રામીણ મતદારોને વધુ બજેટ ફાળવવામાં આવે તેવી સંભાવના છે.
બજેટના ઘડવૈયાઓને આ વખતે ગ્રામ્ય વિસ્તારો, યુવાનો રોજગારી તેમજ નરેન્દ્ર મોદીની સરકાર વખતની અધૂરી યોજનાઓ પરિપૂર્ણ કરવાની સાથે ખેડૂતોને પાક વીમો, પોશણક્ષમ ભાવો પર વધુ ફોકસ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે ગ્રામીણ મહિલાઓને રોજગારી માટે નવી યોજનાઓ આપવામાં આવે તેવા સંકેતો પણ અધિકારી વર્તુળમાંથી મળી રહ્યા છે. કેવુ બજેટ ગમશે! ભાજપ્નો સર્વે
કેવુ બજેટ હોવું જોઈએ તે સંદર્ભે ભાજપ દ્વારા વિવિધ લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. જેમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ, જાહેર સ્વચ્છતા, ફુડ ભેળસેળ રોકવા નક્કર પગલા, સ્વચ્છ પાણી, એસટી બસો, ખાનગી-વાહનોની ભયજનક મુસાફરીમાંથી મુક્તિ યુવાનોને રોજગારી સર્જન જેવી બાબતો, તેમજ આરોગ્યલક્ષી સેવાઓ વધુ શુધ્ધ બનાવવા સાથોસાથ મહાનગરોમાં લેન ડ્રાઈવીંગ, પાર્કિંગ સુવિધા જેવી બાબતોની માગણી બાબતોના મંતવ્યો ભાજપ્ના સેમ્પલ સર્વોમાં બહાર આવી છે.

Comments

comments

VOTING POLL