ગુજરાત હાઇકોર્ટના આદેશ અને ચુકાદાની કોપી વકીલોને ઇ-મેઇલથી મળી શકશે

February 27, 2019 at 11:15 am


હાઇકોર્ટના આદેશો કે ચુકાદાની કોપી હવે જેતે કેસથી સંબંધિત પક્ષકારોના એડવોકેટ્સને આેટો ઇ-મેઇલના માધ્યમથી મળી શકશે. ગુજરાત હાઇકોર્ટના કેસોની માહિતી મેળવવા સંબંધી નવી સરળતા ઊભી કરવા એિક્ટંગ ચીફ જસ્ટિસ અનંત એસ. દવેના માર્ગદર્શન હેઠળ આ મહÒવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 25મી ફેબ્રુઆરીથી જે કોઇ પણ આદેશો કે ચુકાદા હાઇકોર્ટ દ્વારા અપલોડ કરવામાં આવશે તે એડવોકેટ્સને ઇ-મેઇલના માધ્યમથી પણ મળી જશે. .
હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશનને જણાવવામાં આવ્યું છે કે જે એડવોકેટ્સ આ સુવિધા મેળવવા માંગતા હોય તેમણે આઇટી વિભાગનો સંપર્ક કરવો અને પોતાનું ઇ-મેઇલ આઇડી નાેંધાવી દેવું. જેથી એ તમામ એડવોકેટ્સના કેસોમાં જે કંઇ પણ આદેશ કે ચુકાદા આવે એ બીજા જ દિવસે તેમને ઇ-મેઇલ ઉપર મળી જાય. તબક્કાવાર આ સુવિધા હાઇકોર્ટ સમક્ષ અરજી કરનારા અરજદારોને પણ મળી શકશે. અરજદારો જ્યારે નવી અરજી કરે અથવા તો પેન્ડિંગ કેસમાં પણ તેઆે પોતાનું ઇ-મેઇલ આઇડી આપીને આ સુવિધા મેળવી શકશે. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સાથે સંલગ્ન જજો અને હાઇકોર્ટની ઇગર્વનન્સ કમિટિ (જસ્ટિસ એસ.આર. બ્રûભટ્ટ, જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી, જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી, જસ્ટિસ એસ.એચ. વોરા અને જસ્ટિસ એ.વાય. કોગજે)ની ભલામણને હાઇકોર્ટના એિક્ટંગ ચીફ જસ્ટિસે મંજૂર રાખતાં આેટો ઇ-મેઇલ સુવિધા લોન્ચ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL