ગુનાથી જ ચૂંટણી લડશે સિંઘિયા, કોંગ્રેસે ચાર રાયો માટે જાહેર કરી ૭ ઉમેદવારની યાદી

April 13, 2019 at 10:44 am


કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ચાર રાયોમાં સાત ઉમેદવારનું લીસ્ટ જાહેર કયુ છે. આ લીસ્ટમાં કોંગ્રેસ પાર્ટીએ બિહારના વાલ્મીકિનગર લોકસભા સીટથી શાશ્વત કેદારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. યારે, જમ્મુ અને કાશ્મીરના લદ્દાખ સંસદીય વિસ્તારમાં રીગજિંગ સપલબર ચૂંટણી જંગમાં ઉતાર્યા. આજ રીતે મધ્યપ્રદેશની ગુના, વિદિશા અને રાજગઢ લોકસભા સીટથી ક્રમશ યોતિરાદિત્ય સિંઘિયા, શૈલેન્દ્ર પટેલ અને મોના સસ્ટાની ચૂંટણી લડશે. યારે કોંગ્રેસ પાર્ટીએ પંજાબના આનંદપુર સાહેબથી મનીષ તિવારી અને સંગરથી કેવલ સિંહ ઢિલ્લોને મેદાનમાં ઉતાર્યા છે.

તમને જણાવી દઈએ કે, ૨૬ માર્ચે કોંગ્રેસે છત્તીસગઢ, ગોવા, અને દમણ–દીવ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. છત્તીસગઢની કોરબા અને દુર્ગ લોકસભા સીટથી ક્રમશ યોત્સના મહતં અન પ્રતિમા ચંદ્રાકરને ટિકિટ આપવામાં આવી છે. યારે ઉત્તરી ગોવાથી ગિરીશ ચોડાંકર, દક્ષિણ ગોલાથી ફ્રેંસિસ્કો સરડિન્હા અને દમન–દીવથી કેતન પટેલને ચૂંટણી મોદાનામં ઉતારવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરબાથી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પણ ચૂંટણી લડવાની વાત કેટલીએ વખત કરી ચુકયા છે. જોકે, હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત અજીત જોગી અને તેમની પાર્ટી તરફથી નથી કરવામાં આવી. જો અજીત જોગી પણ કોરબાથી ચૂંટણી લડે છે તો, ત્રિકોણીય મુકાબલો થઈ શકે છે. કેમ કે બીજેપી પણ મેદાનમાં છે.

Comments

comments

VOTING POLL