ગુરુ ગયા ગોકળ ને પાછળથી થઈ મોકળઃ પાણીકાપ મુદ્દે સંકલનના છોતરા ઉડયા

September 12, 2018 at 3:24 pm


રાજકોટઃ મેયર અને મ્યુનિસિપલ કમિશનર અમેરિકાના પ્રવાસે ગયા બાદ મહાપાલિકામાં અધિકારીઆે અને ઈજનેરો વચ્ચે જવાબદારીની ફેંફાફેંકી શરૂ થઈ ગઈ છે. ગુજરાતી કહેવત ‘ગુરુ ગયા ગોકળ ને પાછળથી થઈ મોકળ’ જેવી પરિસ્થિતિ સજાર્ઈ ગઈ છે. ખાસ કરીને પાણીકાપની જાહેરાતના મુદ્દે સંકલનના છોતરા ઉડયાની ખુદ ઈજનેરોમાં ચર્ચા જાગી છે. અમુક નકારાત્મક માનસિકતા ધરાવતાં સ્ટાફના વતુર્ળોએ શાસકોને પણ ઉલ્ટા ચશ્મા પહેરાવવામાં જબરી સફળતા મેળવી છે. ગઈકાલે બપોરે 2ઃ30 કલાકે મળેલી બેઠકમાં આજે પાણીકાપ મુકવાનો છે તે નક્કી થઈ ગયું હતું પરંતુ છેક 3ઃ30 કલાકે જાહેર કરવામાં આવતાં લોકો સુધી આ વાત પહાેંચી શકી ન હતી જેના લીધે આજે સવારથી જ લોકોમાં દેકારો બોલી ગયો હતો અને નગરસેવકો ઉપર પણ ટેલિફોનિક ફરિયાદોનો મારો થઈ ગયો હતો. મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીમાં ક્લાર્ક કક્ષાના કર્મચારીઆેથી લઈને ક્લાસ-1 સુધીના ઈજનેરો અને અધિકારીઆે મોજ આવે તે મુજબ કામ કરી રહ્યા છે ત્યારે જો પદાધિકારીઆે એકાદ વખત કર્મચારીઆેની હાજરીનું અને કામગીરીનું ચેકિંગ કરે તો ભાંડાફોડ થશે તે નિશ્ચિત છે.

Comments

comments

VOTING POLL