ગુરૂપ્રસાદ ચોકમાં ચાલતા કલાસીસની નજીક વીજતંત્રનું ટ્રાન્સફોર્મર જોખમી: દુકાનોમાં શિક્ષણનાં હાટડા

May 25, 2019 at 5:02 pm


વોર્ડ નં.૧૩માં આવેલ ગુરૂપ્રસાદ અને સ્વામિનારાયણ ચોક અને માયાણી ચોકમાં ગેરકાયદેસર ચાલતા કલાસીસ દ્રારા રિયાલિટી ચેક કરતા જેમાં અંદાજે ૩૦થી ૪૦ કલાસીસ અમારા વોર્ડમાં ધમધમી રહ્યા છે. તંત્રની અને ફાયર બ્રિગેડની ઘોર બેદરકારી સામે આવી છે. જે આજરોજ અમે ચેક કરતા ફાયરની વ્યવસ્થાના નામે શુન્ય છે. આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. પરંતુ તત્રં દ્રારા કોઈ પણ પગલા લેવામાં આવતા નથી. આજે રૂબરૂ મુલાકાત લીધી અને ગેરકાયદેર ચાલતા કલાસીસની પણ મુલાકાત લીધી. પરંતુ તે તમામ જગ્યાએ ફાયર બ્રિગેડના સાધનો જોવા મળેલ નહીં. ગુરૂપ્રસાદ ચેકનું બિલ્ડિંગ કોર્પેારેશન દ્રારા બનાવવામાં આવેલ છે. અને તેમાં દુકાનોની અંદર કલાસીસો ચલાવવામાં આવી રહ્યા છે. સાત સાત દુકાનોની દીવાલો પાડી અંદર મોટા હોલ બનાવી ગેરકાયદેસર રીતે તંત્રની નજર હેઠળ આ કલાસીસ ચાલી રહ્યા છે. નિયમો આધારિત સ્થાનિક દુકાનદારોનું એવું કહેવું છે આ બિલ્ડિંગનીઅંદર ૭ કલાસીસ ચાલે છે. અને આ તમામ નિયમો વિરૂધ્ધ છે. અમારા દસ્તાવેજના ઉલ્લેખ પ્રમાણે આ કલાસીસો ગેરકાયદેસર ધમધમે છે. આની મંજુરી કોણ? આપેલ છે આજ રીતે સ્વામિનારાયણ ચોકમાં એક બિલ્ડિંગની અંદર ૪થી ૫ કલાસીસ ચાલી રહ્યા છે તેમ કોર્પેારેટરે જરાવ્યું હતું.

મનપા જયારે સમગ્ર રાજકોટની અંદર ફાયરના એનઓસી આપે છે ત્યાં ખરેખર જોવા જતા હોય તો સખતમાં સખત પગલા ઝડપથી લેવામાં આવે એવી અમારી માગણી છે. તેસવી રજૂઆત કોર્પેારેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ.કમિશનરને કરી હતી

Comments

comments

VOTING POLL