ગુરૂપ્રસાદ ચોક પાસેથી 36 બોટલ વિદેશી દારૂ સાથે શખસ ઝડપાયો

November 28, 2018 at 4:14 pm


Spread the love

શહેરમાં દારૂ-જુગારના હાટડા બંધ કરવાના પોલીસ કમિશનરના આદેશથી પોલીસે પેટ્રાેલિંગ વધાર્યુ છે તેમ ક્રાઈમ બ્રાન્ચે પેટ્રાેલિંગ દરમિયાન ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલ વિનાયક સોસાયટીમાંથી 36 બોટલ વિદેશી દારૂ સાથે શખસને ઝડપી લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિનાયક સોસાયટીમાં રહેતો વિક્રમસિંહ બહાદુરસિંહ તલાટિયા નામના શખસે વિદેશી દારૂનો જથ્થાે ઉતાર્યો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી.પી.ઉનડકટ સહિતના સ્ટાફે દરોડો પાડતા મકાનમાં આવેલા બાથરૂમમાંથી 36 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે વિક્રમસિંહની ધરપકડ કરી રૂા.13500ની કિંમતનો દારૂનો જથ્થાે કબજે કરી વધુ કાર્યવાહી કરી છે.