ગુરૂ ગોવિંદસિંહ જન્મદિવસ પ્રસંગે આજે અને કાલે થનારી ઉજવણી

January 12, 2019 at 2:08 pm


શોભાયાત્રા સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂ ગોબિંદસિંહજીનું આગમન ગુરૂપરબ (જન્મોત્સવ) ખુબજ ધામધુમથી મનાવવામાં આવી રહેશે. જેમાં ત્રણેય દિવસ સવાર-સાંજ કથા કિર્તન પાઠ, નિતનેમ આરતી, અરદાસ, મુલમંત્ર, ગુરૂમંત્ર, શોભાયાત્રા, અથર્પાઠ સાહેબ, લંગર પ્રસાદ વિગરેનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુણી ગ્યાની કથા કિર્તન ભાઇ નિર્મલસિંહજી, અમ્રતપાલસિંઘજી તથા ભાઇ હરજીતસિંઘજી (મલેરકોટલાવાળા) કરશે.
સાંજે 7 વાગે નિરવૈર ગતકા ગૃપનો પ્રાેગ્રામ તા.13મીએ સવારે 8, વાગે નગર (શોભાયાત્રા) તથા ગુરૂદ્વારથી શરૂ થઇ ગુરૂનાનક સર્કલ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર, દેવુમા ચોક, સિંધુનગર મઇન રોડ, સાધુ વાસવાણી ફલેટ, આતાભાઇ ચોક, તખ્તેશ્વર, જય ઝુલેલાલ ચોક (માધવ દર્શન)થી નવા ગુરૂદ્વારા પરત ફરશે. અને બપોરે 13/1/ર019એ સર્વ સાÛ સંગીત માટે લંગરપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં ત્રણેય દિવસ ધર્મપ્રેમીઆેને લાભ લેવા અનુરોધ છે.
આ ગુરૂદ્વારા સિવાય ભાવનગર શહેરના તમામ ગુરૂદ્વાર સિધ્નુનગર, ગાયત્રીનગર, આનંદનગર, સંત કંવરરમ ચોક, ગુરૂનાનક ગુરૂદ્વારા, સિહોર, ધોળા વિગેરે જગ્યાએ ખુબ જ ધામધુમથી મનાવવામાં આવી રહ્યાે છે. જેને સફળ બનાવવા તમામ સાÛ સંગત જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL